અમદાવાદમાં આજે મહાવીર જન્મજયંતીની ઉજવણી થઈ રહી છે. જૈન સમાજ દ્વારા શહેરમાં મહાવીર જન્મકલ્યાણ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. જૈન સમાજ દ્વારા આયોજિત 20 કિલોમીટર લાંબી રથ યાત્રામાં હજ્જારો જૈન લોકો જોડાયા. મહાવીર ભગવાનના સિદ્ધાંતોના પ્રચાર અર્થે આ ભવ્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. યાત્રામાં લોકોને મહાવીર ભગવાનના મૂળ સિદ્ધાંત 'અહિંસા પરમો ધર્મ અને જિઓ ઓર જીને દો'નો સંદેશ લોકોને આપવામાં આવ્યો.


ભવ્ય રથયાત્રા

અમદાવાદમાં જૈન સમાજ દ્વારા આયોજિત ભવ્ય રથયાત્રામાં ભગવાન મહાવીરને ચાંદીના રથમાં બિરાજમાન કરવામાં આવ્યા. ભવ્ય રથયાત્રાને લઈને રાજસ્થાનની વિશેષ કરીને 700 કિલો ચાંદીનો રથ મંગાવવામાં આવ્યો. આ રથયાત્રામાં જૈન સમાજના લોકો 1500 ટુ વ્હીલર અને 200 ફોરવ્હીલર સાથે યાત્રામાં જોડાયા. જૈન ધર્મમાં અહીંસા અને જીવદયા પર વધુ ભાર મૂકવામાં આવે છે. અને એટલે જ આ ભવ્ય રથયાત્રામાં શાંતિ જાળવવી,પશુ પક્ષીઓ પર દયાભાવ રાખવા સહિતના સંદેશાઓ આપતા ટેબલો સામેલ કરવામાં આવ્યા છે.

'વિશ્વ નવકાર મહામંત્ર

ગત 9 એપ્રિલના રોજ 'વિશ્વ નવકાર મહામંત્ર'નું ગુજરાત ઉપરાંત અન્ય શહેરોમાં પઠન કરવામાં આવ્યું હતું. વિશ્વ શાંતિ અને કલ્યાણના સંકલ્પને જન-જન સુધી પંહોચાડવા જૈન સમુદાય દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું. નવકારમંત્રનો એકસાથે સામૂહીક સ્તરે ઉચ્ચાર કરી આધ્યાત્મિક વિકાસ સાથે વિશ્વના કલ્યાણનો ઉદેશ્ય રહ્યો હતો. ભારતમાં 9 એપ્રિલના રોજ સામૂહીક રીતે નવકાર મંત્રનો ઉચ્ચાર કરી ઐતિહાસિક રેકોર્ડ નોંધાયો હતો. આજે મહાવીર જન્મજયંતિ નિમિત્તે અમદાવાદમાં ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

  • Follow us on: