- જમ્મુ કશ્મીરમાં ત્રણ દિવસમાં ત્રણ આંતકી હુમલા થયા છે.
- પેહલો હુમલો તીર્થ યાત્રીની બસ પર કરવામાં આવ્યો
- TRF એ હુમલાની જવાબદારી લીધી છે
જમ્મુ કશ્મીરમાં ત્રણ દિવસમાં ત્રણ આંતકી હુમલા થયા છે. સમગ્ર દેશમાં આતંકી હુમલાને લઇને આક્રોશ અને ગુસ્સો ફાટી નીકળ્યો છે. બારામુલ્લામાં ફરજ બજાવી ચૂકેલા કેપ્ટન મીરા દવે ખુબ આક્રોશિત થયા છે તેમણે આતંકી હુમલાને વખોડી કાઢ્યો છે. પેહલો હુમલો તીર્થ યાત્રીની બસ પર કરવામાં આવ્યો. જેમાં 10થી વધુ લોકોના મોત થયા. દેશ માં ત્રણ દિવસ માં ત્રણ આંતકી હુમલા થયા છે. TRFએ હુમલાની જવાબદારી લીધી છે. કટવામાં પણ ઘરમા ઘૂસી પાણી માંગી બાપ દીકરા પર હુમલો કરવામાં આવ્યો હતો. ગત રોજ પણ દોડા ડીસ્ટ્રીકમાં હુમલો કરવામાં આવ્યો.ઘટના ખુબ દુઃખ દાયક છે.
પાકિસ્તાન સાથે હવે કોઈ સબંધ રાખવાની જરૂર નથી.
જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા 72 કલાકમાં 3 આતંકી હુમલા થયા છે. આ હુમલા રિયાસી, કઠુઆ અને ડોડામાં થયા હતા. કઠુઆ એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો અને એક નાગરિક ઘાયલ થયો. ત્યાં સુરક્ષાદળોનું ઓપરેશન અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

આતંકી હુમલા અંગે મોટો ખુલાસો
રિયાસીમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પોલીસે આતંકવાદી વિશે માહિતી આપનારને 20 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે. તેનો સ્કેચ બહાર પાડવામાં આવ્યો છે. રિયાસી પોલીસે તાજેતરમાં પૌની વિસ્તારમાં પેસેન્જર બસ પર હુમલો કર્યો હતો.
વિધાનસભા ચૂંટણીમાં થયેલા મતદાનથી ભડક્યા છે આતંકીઓ

ગુપ્તચર એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓને નિશાન બનાવવાના ઈરાદાથી પાકિસ્તાનના ઉશ્કેરણી પર આ આતંકી હુમલા કરવામાં આવ્યા છે. ગુપ્તચર એજન્સીનું માનવું છે કે આતંકવાદી સંગઠનો આગામી દિવસોમાં જમ્મુ-કાશ્મીર અને ખાસ કરીને જમ્મુમાં આવા જ આતંકવાદી હુમલા કરવાની યોજના બનાવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે વિધાનસભા ચૂંટણીમાં થયેલા મતદાનથી ભડક્યા છે અને હવે આતંકવાદીઓ અમરનાથ યાત્રાને પણ નિશાન બનાવી શકે છે.