જમ્મૂ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા પર ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે,જેમાં હર્ષ સંઘવીએ કહ્યું કે,ગુજરાતના 3 પર્યટકોના મૃત્યુ થયા છે,ધર્મના આધારે આતંકી કાયર હુમલો કરે છે અને કાશ્મીર ગયેલા નાગરિકોને વતન લાવવાની વ્યવસ્થા કરાઈ છે,મોદી સરકારનો રેકોર્ડ છે વળતો જવાબ આપીએ છીએ અને સરકાર સતત આ મામલે કામગીરી કરી રહી છે.
એક એકને શોધીને જવાબ આપવામાં આવશે: હર્ષ સંઘવી
વધુમાં હર્ષ સંઘવીએ કહ્યું કે,એક એકને શોધીને જવાબ આપવામાં આવશે અને 100 ટકા જીવ ગુમાવનારને ન્યાય મળશે અને ઈજાગ્રસ્ત પર્યટકોને હાલમાં સારવાર અપાઈ રહી છે અને પ્રધાનમંત્રી પોતાનો પ્રવાસ ટુંકાવી વતન પરત ફર્યા છે.
જમ્મૂ કાશ્મીરમા આતંકવાદી હુમલા મામલે પ્રવક્તામંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન
આ સમગ્ર આતંકવાદ હુમલાને લઈ પ્રવક્તામંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમનું કહેવું છે કે,ઘટનાની કેન્દ્ર સરકાર અને પીએમએ ગંભીરતા લીધી છે,પીએમ સાઉદીનો પ્રવાસ ટૂંકાવીને પરત ફર્યા છે, મૃતકોમાં 3 ગુજરાતીના મૃત્યુ થયા છે અને મૃતકોની ડેડ બોડી લાવવા માટેની વ્યવસ્થા કેન્દ્ર સરકારે કરી છે સાથે સાથે ભૂતકાળની ઘટનાઓનો પણ જડબાતોડ જવાબ આપ્યો છે અને આ ઘટનાનો પણ જડબાતોડ જવાબ આપવામાં આવશે.
નિમુબેન બાંભણીયા જમ્મૂ કશ્મીર તંત્ર સાથે સંપર્કમાં
પહલગામ આતંકી હુમલામાં 3 ગુજરાતીઓના મોત થયા છે,જેમાં ભાવનગરના પિતા-પુત્રના અને સુરતના એક પર્યટકનું મોત થયું છે,સુરત-ભાવનગરના પ્રવાસીઓ માટે વ્યવસ્થા કરાઈ છે,FCIના અધિકારીઓને જમ્મુ કાશ્મીર મોકલાયા છે અને ગુજરાતીઓ સુરક્ષિત આવે તે માટે વ્યવસ્થા કરાઈ છે,પિતા-પુત્રના મૃતદેહને વિમાન મારફતે લવાશે,બપોરે અનંતનાગથી મુંબઇ અને ત્યાંથી ભાવનગર લવાશે મૃતદેહ.