જામનગરના કાલવડના શીશાંગ ગામમાં ખેતરમાં PGVCLની બેદરકારીથી આગ લાગતા ખેડૂતનો કોળિયો છિનવાયો છે. આગથી 10 વીઘામાં ઘઉંનો પાક બળીને ખાખ થતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે.
કાલાવડ તાલુકામાં વધુ એક વાર પીજીવીસીએલની ઘોર બેદરકારી સામે આવી છે. કાલાવડ તાલુકાના શીશાંગ ગામના ખેતરમા ઉભા રહેલા 10 વિધાના ઘઉં બળીને ખાખ થઇ ગયા છે. મળતી માહિતી મુજબ, શીશાંગ ગામના ભાગ્યરાજસિંહ જાડેજા નામના ખેડૂતનું ખેતર હતું. ખેતર ઉપરથી પીજીવીસીલ ની સર્વિસ લાઇન પસાર થઇ રહ્યો હતો. અચાનક શોર્ટ સર્કિટ થતા ઇલેટ્રીકનો ચાલુ વાયર ખેતરમાં ઉભેલ 10 વિધા ના ઘઉં પર પડ્યો હતો. અને વાયર પડતા ખેતર લાગી આગ ધઉં ઉપર પડતા સંપૂર્ણ ધઉ બળીને ખાખ થઇ જતા ખેડૂતોની મહેનત પાણીમાં ગઇ છે.













