જૂનાગઢ જિલ્લામાં દિવસે દિવસે રોગચાળાના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. બેવડી ઋતુને લઈ સિવિલ હોસ્પિટલમાં શરદી ઉધરસ તાવના કેસમાં વધારો થયો છે. હાલ દિવસે ગરમી તેમજ રાત્રિના ઠંડકનું વાતાવરણ હોય ત્યારે બેવડી ઋતુને લઇ સિવિલ હોસ્પિટલ ખાતે શરદી ઉધરસ તાવ ફેફસાના ઇન્ફેક્શન તેમજ ઝાડા-ઉલટીના કેસોમાં વધારો થયો છે.


જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસમાં કેસમાં વધારો જોવા મળ્યો છે જાન્યુઆરી માસમાં ફેફસાના ઇન્ફેક્શનના 172 કેસ નોંધાયા જ્યારે ફેબ્રુઆરી માસમાં 193 કેસ નોંધાયા છે. જાન્યુઆરી માસમાં જાડા ઉલટી ના 149 કેસ નોંધાયા જ્યારે ફેબ્રુઆરી માસમાં કેસમાં વધારો થઈ 172 કેસ નોંધાયા ઝાડા-ઉલટીના કેસમાં વધારો થતા લોકોએ સાવચેત રહેવું તેમ જ બહારનો ખોરાક અને પાણી પીવાનું ટાળવું જરૂરી છે.

જાન્યુઆરી માસમાં ટાઇફોડના 15 કેસ નોંધાયા હોય જ્યારે ફેબ્રુઆરી માસમાં 22 કેસ નોંધાતા તેમાં પણ વધારો જોવા મળ્યો જ્યારે ડેન્ગ્યુના જાન્યુઆરી માસમાં 5 કેસ અને ફેબ્રુઆરી માસમાં વધારો થઈ 11 કેસ નોંધાયા હતા ત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે તમામ પ્રકારના કેસો માટે પૂરતી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે તેમજ દવાનો પણ પૂરતો જથ્થો સિવિલ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે લોકોને સાવચેત રહેવા પણ પણ અપીલ કરવામાં આવી છે.

  • Follow us on: