ખેડાના નડિયાદમાં એક વેપારી ડોલરની લાલચમાં છેતરપિંડીનો શિકાર બન્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. લુણાવાડાના વેપારી સાથે 5.10 લાખની ઠગાઈ થઈ હોવાની માહિતી સામે આવી છે. અમેરિકન ડોલર ટ્રાન્સફર કરાવવાના બહાને પૈસા પડાવ્યા હતા. વેપારી પાસેથી પૈસા લીધા બાદ આરોપીઓએ ડોલર ન ચૂકવ્યા હતા. આ મામલે ચકલાસી પોલીસે 3 સામે ફરિયાદ નોંધી તપાસ શરુ કરી છે.


ખેડાના નડિયાદમાં વેપારી સાથે 5.10 લાખની ઠગાઇ

ખેડાના નડિયાદમાંથી એક છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. ડોલરની લાલચમાં લુણાવાડાના વેપારી સાથે 5.10 લાખની ઠગાઈ છે. અમેરિકન ડોલર ટ્રાન્સફર કરાવવાના છે કહી ઠગે વેપારીને વોટ્સએપ પર ડોલના ફોટા મોકલ્યા હતા. ત્યારબાદ અમેરિકન ડોલર ટ્રાન્સફર કરવા માટે વેપારીને ભાલેજ બોલાવ્યો હતો. ત્યા ઓરિજીનલ ડોલર બતાવી વિશ્વાસમા લઈ બે દિવસ બાદ ભગવાનપુરા ચકલાસી બોલાવ્યા હતા. ભગવાનપુરા ચકલાસીમા મંદિરમા પાટ પર ₹5.10 લાખ મુકાવી રાહુલના હાથમા આપ્યા હતા.

ચકલાસી પોલીસે 3 સામે ફરિયાદ નોંધી

ત્યાર બાદ પૂજારીના ભાઈ અને રાહુલ ઝઘડતા પૂજારીએ ચપ્પુ કાઢી અંદરો અંદર ઝપાઝપી કરી હતી. આ ઉગ્ર ઝઘડો જોઈ વેપારી અને તેના મિત્ર ડરીને ત્યાંથી જીવ બચાવી જતા રહ્યા હતા. 3 મહિના બાદ પણ પૈસા પાછા ન મળતા ઠગાઈ થયાનુ જણાતા ચકલાસી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. ચકલાસી પોલીસે વેપારીની ફરિયાદ લઇ રાહુલ, પૂજારી, અજાણ્યા મોબાઇલ ધારક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


  • Follow us on: