ભારત અને પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી યુદ્ધની સ્થિતિ દરમિયાન ગુજરાતમાં એલર્ટ આપવામાં આવ્યું છે. બંને દેશો વચ્ચે હાલમાં યુદ્ધ વિરામ છે. બીજી તરફ રાજ્યમાં ઘાતક હથિયારોની હેરાફેરીના કિસ્સા સામે આવી રહ્યાં છે. ખેડા જિલ્લાના સેવાલિયામાં મહારાજના મુવાડા પાસેથી ઘાતક હથિયારો સાથે ત્રણ આરોપીઓ ઝડપાયા છે.


બે પિસ્ટલ અને બે કારતૂસ સાથે આરોપી ઝડપાયા

પ્રાપ્ત વિગતો પ્રમાણે ગુજરાતમાં હાલમાં એલર્ટ જેવી સ્થિતિમાં ઘાતક હથિયારોની હેરાફેરી પકડાઈ છે. ખેડા જિલ્લાના સેવાલિયાના મહારાજના મુવાડા પાસેથી ત્રણ આરોપીઓને બે પિસ્ટલ અને બે કારતૂસ સાથે ઝડપી લેવામાં આવ્યાં છે. ગોધરાથી ખેડા જિલ્લામાં પ્રવેશતા સેવાલિયા ચેક પોસ્ટ પરથી જ ત્રણેય આરોપીઓને ઝડપી લેવામાં આવ્યાં છે.

પોલીસે સાડાસાત લાખનો મુદ્દામાલ ઝડપ્યો

પોલીસે જામનગર જિલ્લાના ત્રણ આરોપીઓ અબ્દુલ લતીફ ઓસમાણ સમા, હુસેન ગફાર ચગદા,મહમદ સલીમ અબ્દુલ કાદર લક્ક્ડને ઝડપી લીધા છે. તેમની પાસેથી 50 હજારની કિંમતની બે પિસ્ટલ અને 200 રૂપિયાની કિંમતની બે કારતૂસ ત્રણ મોબાઈલ અને એક કાર મળીને કૂલ સાડાસાત લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.


  • Follow us on: