ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. બંને દેશો વચ્ચે તંગદિલી છે ત્યારે ભારતીય સેના દુશ્મનોના દાંત ખાટા કરવા માટે લડી રહી છે. આ દરમિયાન દેશમાં એકતા અને અખંડિતતા જળવાઈ રહે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ત્યારે કેટલાક લોકો સોશિયલ મીડિયામાં સેના અને દેશની એકતા સામે સવાલો ઉભા કરતી પોસ્ટ મુકી રહ્યાં છે. આવા દેશ વિરોધી લોકો સામે પોલીસ અને સરકાર કડક એક્શનમાં છે. ત્યારે ખેડાના નડિયાદમાં સોશિયલ મીડિયામાં ભારતના સૈનિકોના મનોબળ અને દેશની અખંડતા માટે સવાલ ઉભા કરતી એક મહિલાને ઝડપી લેવાઈ છે.
ફાલ્ગુની પ્રદીપ ક્રિશ્ચિયન નામની મહિલા ઝડપાઈ
દેશનું સૈન્ય હાલમાં પોતાનો જીવ જોખમમાં મુકીને દેશના લોકો માટે લડી રહ્યું છે. દુશ્મન દેશને જડબાતોડ જવાબ આપી રહ્યું છે. ત્યારે સેન્યનું મનોબળ તોડનારા લોકો સોશિયલ મીડિયામાં સક્રિય થયાં છે. આવા લોકોને પકડવા માટે પોલીસે વોચ રાખવાનું શરૂ કરી દીધું છે. નડિયાદના એલીમ ચર્ચ પાસે રહેતી મહિલા દ્વારા સોશિયલ મીડિયામાં વાંધાજનક પોસ્ટ કરવામાં આવી હતી. પોલીસે આ પોસ્ટ કરનાર ફાલ્ગુની પ્રદીપ ક્રિશ્ચિયન નામની મહિલા વિરુદ્ધ વાંધા જનક પોસ્ટ કરવા બદલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
આ મહિલાની દેશ વિરોધી પ્રવૃત્તિ જગ જાહેર થઈ
પોલીસ દ્વારા ફરિયાદ કરતા પશ્ચિમ પોલીસે મહિલાની કરી ધરપકડ કરી છે. ફેસબુક પોસ્ટ કરવાની ઘેલછામાં આ મહિલાની દેશ વિરોધી પ્રવૃત્તિ જગ જાહેર થઈ ગઈ છે. આ મહિલાને કોર્ટમા રજૂ કરાઈ હતી. તેના જામીન ના મંજૂર કરવામાં આવ્યા છે અને તેને જેલના સળિયા પાછળ ધકેલી દેવાઈ છે. નડિયાદ સેશન્સ કોર્ટ દ્વારા મહિલાના જામીન ના મંજૂર કરવામાં આવ્યાં છે. હાલની સ્થિતિમાં દેશ વિરોધી પ્રવૃત્તિ કરનારા લોકો સામે પોલીસે પણ આકરી કાર્યવાહી શરૂ કરી છે.