ખેડામાં દારુના કટીંગ સમયે પોલીસ ત્રાટકી હતી. લીંબાસી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દારૂના કટીંગ સમયે પોલીસના દરોડા પડ્યા હતા. કાગળના રોલના પેકેજીંગની આડમાં દારૂનું કટીંગ થતું હોવાની માહિતી સામે આવી હતી. ત્યાર બાદ પોલીસ દ્વારા તેના પર દેખરેખ શરૂ કરી હતી.


પોલીસે 350થી વધુ દારુની પેટીઓ ઝડપી પાડી

ખેડામાં દારુના કટીંગ થતું હોવાની બાતમી મળતા નાયબ પોલીસ વડાએ વોચ ગોઠવી હતી અને ત્યાર બાદ આ દરોડા પાડ્યા હતા. વિદેશી દારૂ કટીંગની જગ્યાએ દોરડા પાડી 350થી વધુ વિદેશી દારૂની પેટી ઝડપી પાડી હતી. કાગળના રોલના પેકેજીંગની આડમાં દારૂનું કટીંગ થતું ઝડપ્યું હતું. જેમાં એક ટ્રક અને એક પીકઅપ ડાલા સહિત 7 લોકોની અટકાયત કરવામાં આવી હતી.

મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી

લીંબાસી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દારૂના કટીંગ ઝડપાતા પોલીસે તપાસ હાથ ધરી છે. વિદેશી દારુનો જથ્થો કોનો હતો.? અને ક્યાંથી આવ્યો હતો તેની તપાસ હાલ પોલીસ કરી રહી છે. લીંબાસી પોલીસે આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે હવે આ વિદેશી દારૂ મંગાવનાર બુટલેગર સુધી પોલીસ પહોચી શકે છે કે કેમ તે જોવુ રહ્યુ.


  • Follow us on: