ભર ઉનાળે કમોસમી વરસાદ અને માવઠાથી દક્ષિણ ગુજરાતમાં બે લાખ એકરથી વધુ જમીનમાં શાકભાજી પકવતા ખેડૂતો સહિત વેપારીઓને કરોડો રૂપિયાનો ફટકો સાથે જ કેરીમાં મોટી નુકસાની સામે આવી છે.
કમોસમી વરસાદે ખેડૂતોને રડાવ્યા
કમોસમી વરસાદને કારણે ખેડૂતોએ ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. પૂરઝડપે પવન ફુંકાતા તરબૂચ, શક્કર ટેટી, શાકભાજી સહિત વિવિધ પાકોને નુકશાન થયુ હતુ. જેમાં કેરી ના પાક 30%થી 40% ટકા જમીન પર તુટી પડતા ખેડૂતોએ રોવાનો વારો આવ્યો છે. તો ડાંગરનો પાક નીચે દબાઈ જતા ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થવાથી રડી ઉઠ્યા છે.
ખેડૂતો સહિત વેપારીઓને પણ 50%થી વધુની ખોટ
શક્કર ટેટી અને તરબૂચનું અંદાજે 50% જેટલું નુકશાની થઈ હોવાનું વેપારીઓ જણાવી રહ્યાં છે. ખેડૂતો સહિત વેપારીઓને પણ 50%થી વધુની ખોટ ગઈ છે. ગયા વર્ષે 8થી 10 લાખનો જે વેપાર હતો આ વર્ષે 4થી 5 લાખનો વેપાર થતા મોટી ખોટ તરબૂચ અને ટેટી ના વેપારીઓને ગઈ છે. એટલુજ નહીં કેરી પકવતા ખેડૂતોને પણ ભારે નુકશાની થઈ હોવાની બૂમ પડી છે. કેરી ની વાત કરી એ તો કેરીનો ગયા વર્ષે 20થી 25 લાખ નો વેપાર હતો પંરતુ આ વખતે 12થી 15 લાખ પર એજ વેપાર અટકી પડ્યો છે.
ખેડૂત અને વેપારીઓની મૂળી ડૂબી
કમોસમી વરસાદને કારણે ખરાબ માલ આવતા ભાવ સાવ ઓછા થયા હોવાનું વેપારીઓનું કહેવું છે. છેલ્લા 3 વર્ષથી કુદરતનો માર પડી રહ્યો હોય તેમ ખેડૂત અને વેપારીઓની મૂળી પણ ડૂબી ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. એક અંદાજે 20 કિલો કેરીના 1400 રૂપિયા થાય પરંતુ વાવાઝોડાને કારણે તેનો સીધો ભાવ 700થી 800 રૂપિયા થઈ જતા ખોટ વેઠવી પડે છે.
કમોસમી વરસાદે શાકભાજીને નુકશાન પહોંચાડ્યું
તો બીજી તરફ શાકભાજીના જથ્થ બંધ વેપારી એ જણાવ્યું હતું કે કમોસમી વરસાદ દરેક શાકભાજીને નુકશાન પહોંચાડ્યું છે પરંતુ સૌથી મોટી નુકશાની કેરીને ખેડૂતો ની કમર તૂટી ગઈ છે. કેરીમાં 30થી 40% નુકશાની છે જ્યારે 40% માલ ઝાડ પરથી ખરી ગયો પાણી ન ભાવે કેરી વેચાય છે. છેલ્લા 3 વર્ષથી કેરીના પાક લેતા ખેડૂતો અને વાડી રાખતા વેપારીઓ બંનેની કપરી સ્થિતિ થઈ છે કઈક ને કંઈ વિઘ્ન આવતા ખેડૂતો સહિત વેપારીઓ પણ અટવાયા છે. ઝાડ પર થતો પાક ખેડૂતને મળતો નથી અને 30થી 40% શાકભાજીમાં ટામેટા, કોબીજ, ફ્લાવર, રીંગણ, તુવેર,ગુવાર તૈયાર પાક ખેડૂતોના ખેતરમાં નાસ પામ્યા છે જેના કારણે આગામી દિવસોમાં ભાવ વધવાની શક્યતા શાકભાજીના વેપારીઓ દ્વારા દર્શાવવામાં આવી છે.













