ખેડાના માતરમાં એક યુવક ત્રણ દિવસથી ગુમ થયો હતો. જેની પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી. આ યુવકની લાશ કૂવામાંથી મળતાં લોકો રોષે ભરાયા હતાં. ગામમાં આવેલા ખેડાના ધારાસભ્ય કલ્પેશ પરમારનો લોકોએ વિરોધ કર્યો હતો. સમગ્ર ગામના લોકોએ એકઠા થઈને ધારાસભ્ય સામે રોષ વ્યક્ત કર્યો હતો. આખુ ગામ ભેગુ થઈને ધારાસભ્યને ઘેરી વળ્યું હતું.


ગામ લોકોએ એકઠા થઈને ધારાસભ્યને ઘેરી લીધા

પ્રાપ્ત વિગતો પ્રમાણે ખેડાના માતરના ભલાડ ગામમાં ધારાસભ્ય કલ્પેશ પરમારને લોકોનો રોષ સહન કરવો પડ્યો હતો. ગામમાંથી એક યુવક ત્રણેક દિવસ પહેલા ગુમ થયો હતો. જે અંગે પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી. પરંતુ આ યુવકની લાશ કૂવામાંથી મળતાં લોકો રોષે ભરાયા હતાં. આ સમયે ખેડાના ધારાસભ્ય કલ્પેશ પરમાર ગામમાં મુલાકાતે જતાં લોકો એકઠા થઈ ગયા હતાં અને તેમની સામે રોષ વ્યક્ત કર્યો હતો.

ગામના સીસીટીવી બંધ હોવાથી લોકો ગુસ્સે ભરાયા

ગામ લોકોનો ગુસ્સો જોઈને પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ હતી. યુવકની લાશ મળવા મુદ્દે આખા ગામના લોકોએ ધારાસભ્યને ઘેરી લીધા હતાં અને સવાલોનો મારો ચલાવ્યો હતો. ગામમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા પણ બંધ હાલતમાં હોવાથી આ યુવકની શોધખોળ કરવામાં મુશ્કેલી ઉભી થઈ હતી. પોલીસે તપાસ કરતાં યુવકનો મૃતદેહ કૂવામાંથી મળી આવ્યો હતો. લોકોનો રોષ જોઈને ધારાસભ્ય ત્યાંથી રવાના થયા હતાં.


  • Follow us on: