અમદાવાદમાં પાલડી વિસ્તારમાં DRI અને ATSએ દરોડાના ઓપરેશન હાથ ધર્યું. પાલડીના આવિષ્કારના બંધ ફલેટમાં દરોડા પાડયા. બંધ ફલેટમાંથી દરોડામાં સોનાનો ખજાનો હાથ લાગ્યો. DRI અને ATSએ દરોડામાં 100 કિલો સોનું અને 70 લાખની રોકડ જપ્ત કરી. પાલડીમાં આવિષ્કાર ફલેટમાં દરોડા હાથ ધરાયા તે શેરબજાર ઓપરેટર મેઘ શાહે ભાડે રાખ્યો હતો.
રોકાણકારોને રોવડાવ્યા
મેઘશાહે શેરબજારનો અઠંગ ખેલાડી છે. મેઘ શાહ તેના પિતા સાથે મળી શેરબજારની આડમાં મોટા પ્રમાણમાં ગેરકાયદે રીતે ટ્રેડીંગ કરે છે. મેઘ શાહે ટ્રેડિંગના કામકાજ માટે જ પાલડીમાં આવિષ્કાર ફલેટ ભાડે રાખ્યો છે. અને આ ફલેટમાં મોટા પ્રમાણમાં સોનું અને કરોડી રૂપિયાની કિંમતી ઘડિયાળો તેમજ રોકડ રાખી હતી. શેરબજાર ઉપરાંત મેઘ શાહ બીટકોઈને અને હવાલા મારફતે પણ કરોડો રૂપિયાના ટ્રાન્જેકશન કરતા હોવાની તપાસમાં વિગતો મળી આવી હતી.
ગુજરાત ટુલરુમ સ્ક્રિપ્ટમાં રોકાણકારોને મોટું રોકાણ કરાવ્યુ
આજે અનેક લોકો વધુ કમાણી કરવા શેરબજારમાં રોકાણ કરવા લાગ્યા છે. અને લોકોની આ લાલચનો લાભ લઈ અંઠગ ખેલાડી મેઘ શાહે અનેક રોકાણકારોને રાતા પાણીએ રોવડાવ્યા છે. મેઘ શાહે 2024માં ગુજરાત ટુલરુમ સ્ક્રિપ્ટમાં રોકાણકારોને મોટું રોકાણ કરાવ્યુ. અને લોકોએ તેમાં નાણાનું રોકાણ કર્યા બાદ ગુજરાત ટુલરુમના ભાવ અડધા થયા. અને ભાવ અડધા થતા રોકાણકારોને મોટું નુકસાન થયું. ભાવ તળિયે જતા રોકાણકારોને કરોડો રુપિયાનું નુકસાન થયું. લોકો પાસેથી ફંડ મેળવવા 10-15 રુ.ની આસપાસ રોકાણકારોને રોકાણ કરાવ્યું હતું અને જ્યારે મોટાપાયે લોકોએ ગુજરાત ટૂલ રુમમાં રોકાણ કર્યું ત્યારે તેનો ભાવમાં અધધ ઘટાડો થયો અને અત્યારે તેનો ભાવ 1.59 રુપિયા છે.
મૂળ વાવ થરાદનો વતની
મેઘ શાહ મૂળ વાવ થરાદ પાસે જેતરડા ગામનો વતની છે. મહેન્દ્ર શાહ અને મેઘ શાહની મેલી કરમકુંડળી જોઈએ. તો 4 વર્ષમાં 50 બંધ કંપનીઓ ખરીદી કૌભાંડ આચર્યું. બંધ કંપનીઓ સેબીમાં ચાલુ કરાવી કૌભાંડ આચર્યા. કંપનીઓ ચાલુ કરાવી તેના શેરમાં કૃત્રિમ રીતે તેજી લાવતો અને તે શેર્સ ઉંચા ભાવે રોકાણકારોને પધરાવી દેતા. ગુજરાત અને મહારાષ્ટ્રના અધિકારીઓ સાથે ઘરોબો ધરાવે છે. સેબીમાં સેટિંગ કરી કાળા નાણાંને ધોળા કરાવતો. ખોખા કંપનીઓ ખરીદીને કરોડો રૂપિયા બનાવ્યા છે. અગાઉ પણ શેરના ભાવમાં ગેરરીતિ થઈ હોવાના કેસ નોંધાયા છે.