- અમદાવાદ પૂર્વ બેઠક પરથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલની જીત
- તેમણે કોંગ્રેસના હિમંતસિંહ પટેલને 458949 મતોથી માત આપી છે
- અમદાવાદ પૂર્વની આ બેઠક પરથી ભાજપ છેલ્લા 35 વર્ષથી જીત મેળવી રહી છે
અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકમાં મોટા ભાગે ગ્રામ્ય વિસ્તારો તેમજ અમદાવાદ જિલ્લાનો સમાવેશ થાય છે. આ બેઠક વટવા, નિકોલ, નરોડા, ઠક્કરબાપા નગર, બાપુનગર, દહેગામ તથા ગાંધીનગર દક્ષિણ વિધાનસભા વિસ્તારને આવરી લે છે. અમદાવાદ પશ્રિમથી એકદમ અલગ પ્રકારની બેઠક એટલે અમદાવાદ પૂર્વ. અહીં દેશના અનેક રાજ્યોમાંથી આવેલા વસે છે. આ બેઠકમાં ઉત્તર ભારતીયો તેમજ સૌરાષ્ટ્ર તથા હીરાના વેપારીઓનો બહોળો વર્ગ છે. એક જમાનામાં અહીં કાપડની મિલો ધમધમતી હતી. અહીં તમામ જ્ઞાતિ, ધર્મ અને ભાષાના લોકો આ વિસ્તારમાં રહે છે.
જાણો હસમુખ પટેલની જીતના કારણો
હસમુખ પટેલ પૂર્વ વિસ્તારમાંથી આવે છે અને તેઓ બે વખત અમરાઈવાડી વિધાનસભાના ધારાસભ્ય રહી ચૂકયા છે,પૂર્વ વિસ્તારમાં પાણી અને રોડની સમસ્યા ખૂબ હતી પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી આ સમસ્યા દૂર થઈ છે,પહેલા પૂર્વ વિસ્તારમાં રોડ પર પાણી ભરાવવાની સમસ્યા હતી તે તમામ સમસ્યાઓ દૂર થઈ છે,વિકાસની રીતે પૂર્વ વિસ્તારમાં ભરપુર સુવિધાઓ મળતા લોકોએ ભાજપ પર વિશ્વાસ મૂકી હસમુખ પટેલને જીતાડયા હતા.
જાણો અમદાવાદ પૂર્વની બેઠકમાં કેટલા મત પડયા
અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર 54.72 ટકા મતદાન થયું હતું. હસમુખ પટેલે 7,39,623 મત મેળવી 4,43,096 લીડ સાથે શાનદાર જીત મેળવી છે. બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પટેલે 2,96,527 મત મેળવ્યા છે. આ સાથે નોટામાં 9592 મત પડયા છે.
બે વાર ધારાસભ્ય રહી ચૂકયા છે હસમુખ પટેલ
2019ની લોકસભા ચૂંટણીમાં અહીથી હસમુખ પટેલ 4.31 લાખ મતોથી વિજેતા થયા હતા. તેમણે કોંગ્રેસના ગીતાબેન પટેલને 4 લાખ 34 હજાર 930 મતોથી માત આપી હતી. ત્યારે આજે પણ તેમણે જીતનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેઓ અમરાઇવાડીથી 2 વાર ધારાસભ્ય પણ રહી ચુક્યા છે. 11-11-1960 ના રોજ જન્મેલા હસમુખ પટેલ કડવા પટેલ સમાજમાંથી આવે છે. તેઓ એએમસીમાં 2 ટર્મ કોર્પોરેટર પણ રહ્યા છે. એસ્ટેટ કમીટી અને વોટર સપ્લાય કમીટી ચેરમેન તરીકે કાર્યરત હતા. છેલ્લા 30 વર્ષથી જાહેર જીવનમાં ફરજ બજાવે છે. આ પહેલા 1 વખત તેઓ સાંસદ રહી ચૂક્યા છે.