બોટાદના ગઢડા તાલુકામાં દીપડાની દહેશતથી ભયનો માહોલ ફેલાયો છે ત્યારે ગામના સરપંચે લોકોને સતર્ક રહેવા પત્રથી કરી અપીલ જેમા ઉગામેડી, રોજમાળ ગામના લોકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે,દીપડો દેખાય તો તરત સરપંચનો સંપર્ક કરવા કહેવાયું છે.2 દિવસ પહેલા રોજમાળ ગામે દીપડાએ પશુનું કર્યું હતું મારણ જેના કારણે ગામમાં ભયનો માહોલ ફેલાયો છે.વન વિભાગે દીપડાની શોધખોળ હાથધરી.


બે દિવસથી દીપડાના આટા ફેરા

ગઢડા તાલુકાના ગ્રામ્ય પંથકમાં બે દિવસથી દીપડાના આંટા ફેરાથી ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયા છે,ગઢડા તાલુકાના ઉગામેડી અને રોજમાળ ગામે દિપડો દેખાયો હોવાના સમાચાર સામે આવ્યા છે,ઉગામેડી ગામની સીમ વિસ્તારમાં દીપડો આંટાફેરા મારતો હોવાની વાત સામે આવી છે,અમુક ગ્રામજનોએ આ દીપડો દેખ્યા હોવાની પણ વાત સામે આવી છે.ત્યારે ગામના સરપંચે વન વિભાગને જાણ કરી છે,તો વન વિભાગે પાંજરૂ ગોઠવીને દીપડાને ઝડપવાની તજવીજ હાથધરી છે.

ઉગામેડી ગામની સીમ દીપડો હોવાની શંકા

ગ્રામજનોને શંકા છે કે ઉગામેડી વિસ્તારમાં દીપડો જોવા મળ્યો છે.ખેડૂતોને વાડી ફરતે શોર્ટ ન મૂકવા તેમજ દીપડો જોવા મળે તો જાણ કરવા ઉગામેડી સરપંચે અપીલ કરી છે,ગ્રામજનોમાં ફફડાટ જોવા મળ્યો છે.ગ્રામજનો ઘરની બહાર પણ નીકળવામાં તકલીફ અનુભવી રહ્યાં છે.ત્યારે જોવાનું એ રહ્યું કે આ દીપડો કયારે ઝડપાય છે.

એક મહિના અગાઉ પણ દીપડાએ કર્યો હુમલો

ગીર ગઢડા તાલુકાના જંગલ બોર્ડરના કોદિયા ગામે રાત્રિના સમયે શિકારની શોધમાં ચડી આવેલા એક માનવભક્ષી દીપડાએ બે અલગ-અલગ ઘરની ઓસરીમાં સૂતેલી વ્યક્તિ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. કોદિયા ગામની છેડે આવેલી ઘરની ઓસરીમાં સૂતેલી વ્યક્તિ ઉપર દીપડાના હુમલામાં તેનું મોત નીપજ્યું, જ્યારે અન્ય એક વ્યક્તિને દીપડાએ ગંભીર ઇજા પહોંચાડી હતી.

  

  • Follow us on: