ગીર વિસ્તારમાં મોટી સંખ્યામાં સિંહોનો વસવાટ છે. જ્યાં ક્યારેક સિંહો જંગલ વિસ્તાર છોડીને માનવ વસ્તીમાં આવી ચડતા હોય છે. જેમાં સિંહ દ્વારા માણસો અને ઢોર ઢાંખર પર હુમલો કર્યો હોવાની ઘટનાઓ બનતી હોય છે.જે ઘણીવાર માણસો પર સિંહ દ્વારા હુમલો કરી દેતા મોત થયાની ઘટનાઓ પણ બની છે. તો જૂનાગઢમાંથી સિંહના હુમલાની ઘટના સામે આવી છે. જ્યાં એક સિંહણે એક યુવક પર હુમલો કરી દીધો હતો.


યુવક પર સિંહણનો હુમલો

પ્રાપ્ત માહિતી મુજબ જૂનાગઢમાં એક સિંહણે એક યુવક પર હુમલો કરી દીધો હતો. જે જૂનાગઢના પાદરીયા ગામમાં વહેલી સવારે ઘટના સામે આવી હતી. પાદરીયા ગામમાં વહેલી સવારે 3 સિંહ જંગલ છોડીને ગામમાં આવી ચડ્યા હતા. જે દરમિયાન ગામના એક યુવાન ભોજા નારોલ લઘુશંકા કરવા માટે ગયા હતા. તે દરમિયાન સિંહણે યુવક પર જીવલેણ હુમલો કરી દીધો હતો. લઘુશંકા કરવા ગયેલા યુવક પર સિંહણે હુમલો કરતા યુવકના પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.

વન વિભાગે કાર્યવાહી કરી

યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા યુવકને તાત્કાલિક ધોરણે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તો યુવકની ગંભીર ઈજાઓની તબીબોએ સારવાર કરી હતી. તો યુવક પર સિંહણના હુમલાની જાણ વન વિભાગને કરાઈ હતી. ઘટનાની જાણ થતા વન વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. જે બાદ સિંહોને પાછા જંગલમાં ખસેડવાની તજવીજ વનવિભાગે શરુ કરી હતી.

  • Follow us on: