- સટ્ટાબજાર NDAને આપી રહ્યું છે બહુમતી
- સટ્ટા બજારમાં ભાજપને 316થી 319 બેઠક
- કોંગ્રેસને 44 થી 47 બેઠક પર જીતનું અનુમાન
લોકસભાની ચૂંટણીને લઈ સટ્ટા બજારમાં કરોડો રૂપિયાના સટ્ટા લાગ્યા છે. જેમાં સટ્ટા બજાર ફરી એક વખત NDAને બહુમતી આપી રહ્યું છે. એકલા ભાજપને 316 થી 319 સીટ સટ્ટા બજાર આપી રહી છે. તેમાં કોંગ્રેસ 44 થી 47 સીટ પર સમેટાઈ જતી હોવાનું સટ્ટા બજારમાં અનુમાન છે. તેમજ ગુજરાતમાં 26 માંથી 26 બેઠકો ભાજપને મળે તેવું સટ્ટા બજારનું અનુમાન છે.
સટ્ટા બજાર ફરી એક વખત NDAને બહુમતી આપી રહ્યું છે
રાજકોટમાં લોકસભાની ચૂંટણીને લઈ સટ્ટા બજારમાં કરોડો ના સટ્ટા લાગ્યા છે. સટ્ટા બજાર ફરી એક વખત NDAને બહુમતી આપી રહ્યું છે. એકલા ભાજપને 316 થી 319 સીટ સટ્ટા બજાર આપી રહ્યું છે. રાજકોટમાં લોકસભાની ચૂંટણીને લઈ સટ્ટા બજારમાં કરોડો રૂપિયામાં સટ્ટામાં લાગ્યા છે. લોકસભા ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે અને પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થવાનું છે ત્યારે સટ્ટા બજાર પણ હાર જીતના ખેલ પાડવા માટે સજજ થઈ ગઈ છે.
બુકી બજારે હાલમાં ભાજપની કુલ સીટો ઘટાડીને 319 કરી છે
ગુજરાતમાં વર્તમાન સ્થિતિએ પણ ભાજપ તમામ 26 સીટ જીતશે તેવું સટ્ટા બજારનું અનુમાન છે. ગુજરાતમાં તા. 7 મેએ સહિત કુલ સાત તબક્કામાં મતદાને પછી 4 જૂનના ગણતરી થાય તે પહેલાં ચૂંટણી સટ્ટામાં આઈ.પી.એલ.થી વધુ રકમની ઉથલપાથલ થવાનું સટ્ટા બજારનું અનુમાન છે. નોંધપાત્ર બાબત એ છે કે, હાલમાં તો બુકી બજાર ભાજપ એકલા હાથે 319 સીટો જીતશે તેમ માને છે. શરૂઆતમાં ભાજપને કુલ 333 સીટનો અંદાજ વ્યક્ત કરતી બુકી બજારે હાલમાં ભાજપની કુલ સીટો ઘટાડીને 319 કરી છે.