• ભાજપના અનુભવી નેતાની રાજકીય લડાઈ કોંગ્રેસના નવોદિત નેતા સાથે થઇ હતી
  • ભાજપે વિનોદ ચાવડાને ત્રીજી વખત ટિકિટ આપી હતી જેમાં તેઓ વિજય થયા છે
  • કોંગ્રેસના નીતિશ લાલણને પરાજીત કર્યા

ગુજરાતની લોકસભા બેઠકોમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટી અને પ્રથમ ક્રમાંકિત કચ્છની લોકસભા બેઠક 1996થી ભાજપનો ગઢ રહી છે. સરહદી જિલ્લો કચ્છ કે જે ગુજરાત રાજ્યનો સૌથી મોટો જિલ્લો છે અને ક્ષેત્રફળની દ્રષ્ટીએ ભારત દેશનો સૌથી મોટો જિલ્લો છે. જેનું કુલ ક્ષેત્રફળ 45,674 વર્ગ કિલોમીટર જેટલું છે અને હાલમાં જિલ્લાની વસ્તી 26,11,305 જેટલી છે.

કચ્છ લોકસભા સીટમાં અબડાસા, માંડવી, ભૂજ અંજાર, ગાંધીધામ, રાપર ઉપરાંત મોરબી વિધાનસભા વિસ્તાર પણ આવી જાય છે. 2022માં વિધાનસભાની ચૂંટણી થઈ તેમાં આ સાતેય બેઠકો પર ભાજપને જીત મળી હતી. વળી કચ્છ લોકસભા સીટ પર છેલ્લી સાત ટર્મથી ભાજપનો જ વિજય થતો આવ્યો છે. કચ્છ લોકસભા બેઠક પર આ વખતે ભાજપના અનુભવી નેતાની રાજકીય લડાઈ કોંગ્રેસના નવોદિત નેતા સાથે થઇ હતી. ભાજપે વિનોદ ચાવડાને ત્રીજી વખત ટિકિટ આપી હતી જેમાં તેઓ વિજય થયા છે.

કચ્છ લોકસભા બેઠક નું જાતિ સમીકરણ

લોકસભા બેઠક કચ્છ

કુલ જનસંખ્યા 24,54,299

શહેરી વસ્તી (%) 40

ગ્રામીણ વસ્તી (%)60

અનુસૂચિત જાતિ (%)11

અનુસૂચિત જનજાતિ (%)7

જનરલ / ઓબીસી (%)82

હિંદુ (%)85-90

મુસ્લિમ (%)10-15

ઈસાઈ (%)0-5

શીખ (%) 0-5

બૌદ્ધ (%)0-5

જૈન (%)0-5

અન્ય (%) 0-5

છેલ્લી 3 ચૂંટણીમાં જાણો શું થયું

કચ્છ લોકસભા બેઠક પર વર્ષ 2009માં પૂનમબેન જાટ જ્યારે ચૂંટાઈ આવ્યા ત્યારે કોંગ્રેસના ઉમેદવાર વાલજીભાઈ દનિચા માત્ર 71,343 જેટલા મતથી જ હાર્યા હતા. તો વર્ષ 2014માં કોંગ્રેસના દિનેશ પરમાર ભાજપના વિનોદ ચાવડા સામે 2,54,482 મતથી હરી ગયા હતા. વર્ષ 2019માં કોંગ્રેસના ઉમેદવાર નરેશ મહેશ્વરી પણ ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા સામે 3,05,513 મતથી હારી ગયા હતા.

વોટશેર

વર્ષ 2009ની લોકસભાની ચૂંટણીમાં ભાજપનો વોટશેર 50.6 ટકા છે. જ્યારે કોંગ્રેસનો વોટશેર 37.9 ટકા

વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપનો વોટશેર 59.5 ટકા છે. જ્યારે કોંગ્રેસનો વોટશેર 32.6 ટકા છે.

વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપનો વોટશેર 63.4 ટકા હતો. જ્યારે કોંગ્રેસનો વોટશેર 33 ટકા હતો

કચ્છ લોકસભા બેઠક પર મતદાન : લોકસભા ચૂંટણી 2024 ચોથા તબક્કાના મતદાનમાં 7 મે, રોજ ગુજરાતની તમામ બેઠકો પર મતદાન પૂર્ણ થયું. જેમાં કચ્છ લોકસભા બેઠક પર 56.14 ટકા મતદાન થયા હોવાનું સત્તાવાર જાહેર થયું છે, જે ગત લોકસભા ચૂંટણી 2019 કરતા 2.08 ટકા ઓછું છે. લોકસભા ચૂંટણી 2024 માટે નોંધાયેલા કુલ 19,43,136 જેટલા મતદારો પૈકી 10,90,878 મતદારોએ જ મતદાન કર્યું હતું. ચૂંટણી પંચની મતદાન જાગૃતિ ઝુંબેશ બાદ મતદાનના દિવસે જ ગરમીનો પારો ઊંચકાઈને 43.5 ડિગ્રી થઈ જતાં મતદાનની ટકાવારી ધારણા કરતાં ઓછી રહી હતી. ગત પાંચ વર્ષની તુલનાએ આ વખતે કુલ 1,99,311 મતદારો વધ્યા હોવા છતાં ગત લોકસભા ચૂંટણીમાં થયેલ મતદાન કરતા પણ ટકાવારી નીચી રહી હતી.

વિધાનસભા વિસ્તાર મુજબ મતદાન ટકાવારી પર નજર કરીએ તો અબડાસામાં 58.28 ટકા, માંડવીમાં 62.59 ટકા, ભુજમાં 57.13 ટકા, અંજારમાં 59.62 ટકા, ગાંધીધામમાં 49.38 ટકા, રાપરમાં 48.20 ટકા અને મોરબી વિધાનસભા વિસ્તારમાં 58.26 ટકા મતદાન નોંધાયું હતું.

પક્ષની પસંદ શા માટે ?

અનુસૂચિત જાતિ માટે અનામત કચ્છ લોકસભા બેઠક પર ભાજપના સાંસદ વિનોદ ચાવડાને મજબૂત નેતા માનવામાં આવે છે. છેલ્લી બે ટર્મથી સાંસદ તરીકે વિનોદ ચાવડાની કામગીરીની નોંધ દિલ્હી હાઇકમાન્ડ લીધી અને પક્ષે ફરી એકવાર વિનોદ ચાવડા પર વિશ્વાસ મૂક્યો હતો. આ ઉપરાંત ભાજપે ચૂંટણીલક્ષી કામગીરી માટે અન્ય રાજ્યોમાં પણ વિનોદ ચાવડાને જવાબદારીઓ સોંપવામાં આવી હતી.

  • Follow us on: