• મતદાનના દિવસે જ ગેનીબેન ઠાકોરના આક્ષેપ
  • CRPFનો નકલી અધિકારી બની મતદારોને ડરાવાયા
  • નકલી અધિકારી બની ભાજપ તરફી વોટિંગનો આક્ષેપ

આજે દેશભરમાં લોકશાહીના મહાઉત્સવની ઉજવણી થઈ રહી છે. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન માટે સમગ્ર ગુજરાતની જનતામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગેની બેન ઠાકોરે મતદારોને ધમકાવવાના આરોપ લગાવ્યો છે. ગેનીબેન ઠાકોરે કહ્યું કે CRPFના નકવી જવાન બનીને ભાજપ તરફી મતદાન કરાવવામાં આવી રહ્યું છે.

મતદાનના દિવસે જ ગેનીબેન ઠાકોરના આક્ષેપ કર્યો હતો કે દાંતાના ઘરેડા પ્રથમિક શાળામાં એક યુવાન CRPFનો નકલી અધિકારી બની વોટર્સને ધમકાવી રહ્યો છે અને ભાજપ તરફી મતદાન કરાવી રહ્યો છે. ગેનીબેનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

  • Follow us on: