પરુષોત્તમ રૂપાલા વર્ષ 1988થી 1991 સુધી અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હતાં. જેના કારણે 1992માં ભારતીય જનતા પાર્ટીના સચિવ તરીકે તેમની સેવા શરૂ થઈ હતી. તેઓ ફેબ્રુઆરી 2002 થી 2004 સુધી યુવા છાત્રાલયના અધ્યક્ષ હતાં. તેમણે અમરેલીમાં કડવા પાટીદાર ટ્રસ્ટના ટ્રસ્ટી, માદડ ટ્રસ્ટના અધ્યક્ષ અને ગુજરાત વીજ બોર્ડ યુનિયનના પ્રમુખ તરીકે સેવા આપી હતી. ત્યારબાદ તેમણે ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે સતત 3 વખત સેવા આપી હતી. તેઓ 19 માર્ચ 1995 થી 20 ઓક્ટોબર 1995 સુધી અને ફરીથી 4 નવેમ્બર 1995 થી 18 સપ્ટેમ્બર 1996 સુધી નર્મદામાં સિંચાઈ અને પાણી પુરવઠાના કેબિનેટ મંત્રી હતાં. તેમણે માર્ચ 1997 થી ડિસેમ્બર 1997 સુધી ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિની અધ્યક્ષતા કરી હતી. જ્યારે રૂપાલા જૂન 1998 થી ઓક્ટોબર 2001 સુધી ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (G.I.D.C.) ના અધ્યક્ષ હતાં.
જુલાઈ 2021માં તેઓ મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી બન્યાં
પુરુષોત્તમ રૂપાલા વર્ષ 2008-2009માં રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતાં. જ્યાં તેમણે ખાદ્ય, ઉપભોક્તા બાબતો અને જાહેર વિતરણ સદસ્ય, કર્મચારી, જાહેર ફરિયાદો, કાયદો અને ન્યાય સભ્યની સમિતિમાં સેવા આપી. જ્યારે શિપિંગ મંત્રાલયની સમિતિમાં સભ્ય અને રસાયણ અને ખાતરોની સમિતિના સભ્ય, કૃષિ સમિતિ તરીકે પણ સેવાઓ આપી છે. કોંગ્રેસના વર્તમાન સાંસદ પ્રવીણ રાષ્ટ્રપાલના અવસાન બાદ પેટાચૂંટણીમાં જૂન 2016માં તેઓ ફરીથી રાજ્યસભામાં ચૂંટાયા હતાં. મે 2019 થી જુલાઈ 2021 સુધી, તેમણે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયમાં રાજ્ય મંત્રી તરીકે સેવા આપી હતી. તેમજ જુલાઈ 2021માં તેઓ મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી બન્યા હતાં.
પરશોત્તમ રુપાલાની રાજકીય કારર્કિદી
ભારતીય જનતા પક્ષના આજીવન સભ્ય,
- પ્રમુખ , અમરેલી જિલ્લા ભાજપ. – ૧૯૮૮-૧૯૯૧,
- પ્રદેશ મંત્રી, ગુજરાત પ્રદેશ ભાજપ – ૧૯૯૨,
- રાષ્ટ્રીય ભાજપા દ્વારા નિયુક્ત રાજ્ય સકંલન સમિતિના સભ્ય-૧૯૯૬-૯૭
- પ્રદેશ મહામંત્રી અને પ્રવક્તા, ગુજરાત પ્રદેશ ભા.જ.પા., તા.૨૫.૦૬.૨૦૦૫ થી
ઓક્ટોબર-૨૦૦૬,
- પ્રદેશ પ્રમુખ , ગુજરાત પ્રદેશ, ભા.જ.પા., તા.૨૬.૧૦.૨૦૦૬ - તા.૩૧.૦૧.૨૦૧૦
- રાષ્ટ્રીય ઉપપ્રમુખ , ભા.જ.પા. – તા.૧૬.૦૩.૨૦૧૦ થી ૨૦૧૬
- રાષ્ટ્રીય પ્રભારી, કિસાન મોરચો,
- રાષ્ટ્રીય પ્રભારી – આંધ્ર પ્રદેશ રાજ્ય,
- રાષ્ટ્રીય પ્રભારી – ગોવા રાજ્ય.
- ખાસ આમંત્રિત રાષ્ટ્રીય કારોબારી સભ્ય, ભાજપ - ૨૦૨૧ થી
સંસદીય કારકિર્દી
ધારાસભ્ય -૪૫-અમરેલી વિધાનસભા: ૧૯૯૧-૯૫,૧૯૯૫-૯૭, ૧૯૯૮-૨૦૦૨
ગુજરાત રાજ્યના મંત્રી :-૧૯.૦૩.૧૯૯૫ થી ૨૦.૧૦.૧૯૯૫, નર્મદા વિકાસ,
જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ,
- ૦૪.૧૧.૧૯૯૫થી ૧૮.૦૯.૧૯૯૬, જળસંપત્તિ અને પાણી પુરવઠો
- ૦૭.૧૦.૨૦૦૧ થી ૨૧.૧૨.૨૦૦૨ કૃષિ વિભાગ,
ચેરમેન, જાહેર હિસાબ સમિતિ, ગુજરાત વિધાનસભા માર્ચ-ડિસેમ્બર, ૧૯૯૭.
ચેરમેન, ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ, જુન-૧૯૯૮થી ઓક્ટોબર-૨૦૦૧
સંસદ સભ્ય – રાજ્યસભા: તા.૧૦.૦૪.૨૦૦૮થી૦૯.૦૪.૨૦૧૪,
તા.૦૩.૦૪.૨૦૧૬ થીતા.૦૨.૦૪.૨૦૧૮ અને
તા.૦૩.૦૪.૨૦૧૮ થીતા.૦૨.૦૪.૨૦૨૪.
સભ્ય : સંસદીય સમિતિઓ - અન્ન અને ગ્રાહકોની બાબતો (મે-૨૦૦૯ થી),
- પર્સોનેલ - કાર્મિક બાબતો (ઓગષ્ટ, ૨૦૦૯ થી),
- બંદરો (જુલાઈ, ૨૦૧૦ થી),