- જામનગરમાં પૂનમ માડમની જીત
- સતત ત્રીજી વખત જીતીને હેટ્રીક મેળવી
- જામનગરના મતદારોની પસંદ પૂનમ માડમ
જામનગર લોકસભા બેઠક પર ભાજપના પૂનમ માડમે સતત ત્રીજી વાર જીતની હેટ્રીક મેળવી છે. 2014 અને 2019માં ચૂંટાયા બાદ 2024માં પણ જનતાએ પૂનમ માડમની ફરી પસંદગી કરી છે. આ બેઠક પર આહીર સમાજનું પ્રભુત્વ છે અને પૂનમ માડમ આહીર સમાજમાંથી આવે છે. અને તેમની સામે હતા કોંગ્રેસના નવા ચહેરા તરીકે ઉતરેલા જે પી મારવિયા કે જેમને પહેલીવાર આ બેઠક પર મેદાને ઉતારવામાં આવ્યા હતા પણ તેમણે હારનો સામનો કરવાનો વારો આવ્યો છે.
પૂનમ માડમે જીતની હેટ્રીક લગાવી
15401 માં જામનગરની સ્થાપના કરવામાં આવી હતી અને તે સમયે આ નવાનગર તરીકે ઓળખવામાં આવતું હતું. જામનગર લોકસભા બેઠક 1962થી અસ્તિત્વમાં આવી હતી. 1962 તો 2.19 સુધીમાં જામનગર લોકસભા બેઠક પર 7 સાંસદ બદલાયા છે. અત્યાર સુધીમાં સૌથી વધારે વખત ભાજપના ચંદ્રેશ પટેલ 1989થી 1999 એમ પાંચ ટર્મ સુધી સાંસદ રહ્યા હતા. પણ 2004માં તેમને કોંગ્રેસના વિક્રમ માડમ હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે જ આ બેઠક પરથી જામનગરના રાજવી પરિવારના સભ્ય દોલતસિંહ જાડેજા પણ 3 વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા. જે બાદ 2004 થી 2014 સુધી કોંગ્રેસના વિક્રમ માડમ સાંસદ રહ્યા જે બાદ 2014થી અત્યાર સુધી ભાજપના પૂનમ માડમ જામનગરના સાંસદ રહ્યા છે અને આ વખતે 2024માં પણ જામનગરમાં જીતીને પૂનમ માડમે જીતની હેટ્રીક લગાવી છે.
જામનગરમાં ફરી એકવાર પૂનમ માડમ
2014માં પૂનમ માડમ તેમના કાકા વિક્રમ માડમને હરાવીને જામનગરના સાંસદ બન્યા હતા. જે બાદ ફરી 2019માં પણ પૂનમ માડમે જામનગરમાં જીત મેળવી હતી. આ વખતે 3 જી વાર ભાજપે 2024 ની લોકસભાની ચૂંટણીમાં પૂનમ માડમ પર વિશ્વાસ મૂક્યો હતો. અને આ વખતે ફરી એકવાર પૂનમ માડમે સતત ત્રીજીવાર જીતીને જામનગરમાં જીતની હેટ્રીક લગાવી છે.
જામનગર લોકસભા બેઠકના ઉમેદવારો
જામનગર બેઠકના ઉમેદવારોની વાત કરવામાં આવે તો જામનગર ભાજપના ઉમેદવાર પૂનમ માડમે B.Com સધીનો અભ્યાસ કર્યો છે. સાથે જ તે વર્ષ 2012માં કોંગ્રેસનો સાથ છોડીને ભાજપમાં જોડાયા હતા. જે બાદ તેઓ ખંભાાળીયા બેઠક પરથી ધારાસભ્ય બન્યા. અને 2014 એંડ 2019માં જામનગરના સાંસદ તરીકે ચૂંટાયા હતા. અને તેમની સામે છે કોંગ્રેસના જે પી મારવિયા જેમણે B.Com., LLB સુધીનો અભ્યાસ કર્યો છે. અહવે તેમની રાજકિય સફરની વાત કરવામાં આવે તો તેઓ કાલાવાડ યુથ કોંગ્રેસ પ્રમુખ તેમજ જામનગર જિલ્લા પંચાયતના વિધરો પક્ષના નેતા છે. જિલ્લા પંચાયતમાં પૂર્વ કોરોબારી ચેરમેન કાલાવાડ માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટર. જેઓ એક લેઉવા પાટીદાર ચહેરો છે. તેમજ કોંગ્રેસમાં 22 વર્ષથી સક્રિય છે.
જામનગર બેઠક પર આહીર સમાજનું પ્રભુત્વ
હવે જો જામનગરના જ્ઞાતિવાદી સમીકરણોની વાત કરવામાં આવે તો, જામનગર બેઠક એ આહીર સમાજનું પ્રભુત્વ ધરાવતી બેઠક છે. જામનગરમાં અંદાજે 18.14 લાખ મતદારો છે. જેમાં 2.47 લાખ પાટીદાર છે. જ્યારે 2.36 લાખ મુસ્લિમો છે અને આહીર 1.74 લાખ છે. દલિત 1.62 લાખ, ક્ષત્રિય 1.35 લાખ, સતવારા 1.21 લાખ તેમજ અન્ય 7.39 લાખ જેટલા છે. જામનગર લોકસભા બેઠક પર આ ચૂંટણીમાં 57.67 ટકા મતદાન નોંધાયું હતું. જેમાં કાલાવાડ વિધાનસભા ક્ષેત્રમાં 57.83 ટકા જ્યારે જામનગર રૂરલમાં 60.78 ટકા, જામ જોધપુરમાં 57.66 ટકા, જામનગર નોર્થમાં 59.36 ટકા, જામનગર સાઉથમાં 59.12 ટકા, ખંભાળીયામાં 56.60 ટકા, દ્વારકામાં 53.39 ટકા મતદાન નોંધાયું હતું.