- TMCને સૌથી વધારે 29 બેઠકો મળી
- મમતા બેનર્જીની પાર્ટીનું સારું પ્રદર્શન
- ભાજપે 12 સીટો પર જીત નોંધાવી
દેશમાં 542 લોકસભા બેઠકો માટે 7 તબક્કામાં મતદાન યોજાયું હતું. આ લોકસભા 2024 ની ચૂંટણીના ગઇકાલે એટલે કે 4 જૂનના રોજ પરિણામો પણ જાહેર થઈ ગયા. આ વખતે લોકસભાની ચુંટણીના પરિણામોની જો વાત કરવામાં આવે તો આ વખતે NDAને સૌથી વધારે 292 બેઠકો મળી છે. જ્યારે INDI ગઢબંધનને 232 બેઠકો મળી છે. અને આ સિવાય 17 બેઠકો અપક્ષના ફાળે ગઈ છે.
TMCએ 29 સીટો પર પોતાનો ઝંડો ફરકાવ્યો
પશ્ચિમ બંગાળના પરિણામોની વાત કરવામાં આવે તો, આ વખતે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ એટલે કે TMC એ ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. પણ આ સાથે જ ભાજપે પણ ઘણી બેઠકો જીતી છે. પશ્ચિમ બંગાળમાં લોકસભાની 42 બેઠકો માટે ચૂંટણી યોજાઈ છે. આ 42 સીટોમાંથી TMCએ 29 સીટો પર પોતાનો ઝંડો ફરકાવ્યો છે, જ્યારે આ ચૂંટણીમાં ભાજપે પણ કોઈ કસર છોડી નથી, હકીકતમાં ભાજપે પણ 12 સીટો પર પોતાની જીત નોંધાવી છે. પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસને માત્ર એક સીટ મળી છે.
જાણો કઈ બેઠક પર કોની જીત થઈ?
અલીપુરદ્વાર બેઠક પરથી ભાજપના ઉમેદવાર મનોજ તિગ્ગાની જીત થઈ છે. અરમબાગ બેઠક પરથી ટીએમસીના ઉમેદવાર બેગ મિતાલી વિજય થયા છે. તો આસનસોલ બેઠક પરથી ટીએમસીના ઉમેદવાર શત્રુઘ્ન પ્રસાદ સિન્હાની જીત થઈ કે. બેરહામપુર બેઠક પરથી ટીએમસીના ઉમેદવાર ક્રિકેટર યુસુફ પઠાણની જીત થઈ છે. TMCના ઉમેદવાર બાંકુરા સીટના ઉમેદવાર અરૂપ ચક્રવર્તીની જીત થઈ છે. બારાસત સીટ પરથી ટીએમસી ઉમેદવાર કાકોલી ઘોષ દસ્તીદાર અને બર્ધમાન પૂર્વા સીટના ટીએમસી ઉમેદવાર ડો. શર્મિલા સરકારની જિત થઈ છે. બર્ધમાન-દુર્ગાપુરના ટીએમસી ઉમેદવાર આઝાદ કીર્તિ ઝાની જીત થઈ છે. બીરભૂમ સીટ પરથી ટીએમસી ઉમેદવાર શતાબ્દી રોયની જીત થઈ છે. બોલપુર સીટના ટીએમસી ઉમેદવાર અસિત કુમાર મલ અને કૂચ બિહાર સીટના ટીએમસી ઉમેદવાર જગદીશ ચંદ્ર બર્મા બસુનિયાની જીત થઈ છે. દાર્જિલિંગ સીટના બીજેપી ઉમેદવાર રાજુ બિસ્તા અને ટીએમસી ઉમેદવાર ડાયમંડ હાર્બર સીટથી અભિષેક બેનર્જીની જીત થઈ છે. દમ દમ સીટ પરથી ટીએમસી ઉમેદવાર સૌગતા રોયની જીત થઈ છે. હાવડા સીટથી ટીએમસી ઉમેદવાર પ્રસુન બેનર્જી અને જાદવપુર સીટથી ટીએમસીના સયાની ઘોષની જીત થઈ છે. જાંગીપુર સીટ પરથી ટીએમસીના ઉમેદવાર ખલીલુર રહેમાન અને ઝારગ્રામ સીટના ટીએમસી ઉમેદવાર કાલીપદા સરેનની જીત થઈ છે. કોલકાતા ઉત્તર બેઠક પરથી ટીએમસી ઉમેદવાર બંદ્યોપાધ્યાય સુદીપની જીત થઈ છે.
કઈ બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો?
પુરુલિયા બેઠક પરથી ભાજપના ઉમેદવાર જ્યોતિર્મય સિંહ મહતોની જીત થઈ છે. તો રાયગંજ બેઠક પરથી ભાજપના ઉમેદવાર કાર્તિક ચંદ્ર પોલ અને રાણાઘાટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર જગન્નાથ સરકારની જીત થઈ છે. ભાજપના ઉમેદવાર તમલુક સીટ અભિજીત ગંગોપાધ્યાયે ભાજપનો ભગવો લહેરાયો છે. તો બેલુરઘાટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર સુકાંત મજુમદાર અને બાણગાંવ બેઠક પરથી ભાજપના ઉમેદવાર શાંતનુ ઠાકુરની જીત થઈ છે. બિષ્ણુપુર સીટના બીજેપી ઉમેદવાર ખાન સૌમિત્રા અને ભાજપના ઉમેદવાર અધિકારી સૌમેન્દુની જીત થઈ છે.