લુણાવાડાના ભાટપુરા ગામની કેનાલમાં ત્રણ યુવકો ડૂબી ગયા હોવાની ઘટના સામે આવી છે. પાનમ કેનાલમાં હાથ પગ ધોવા માટે ગયેલા ત્રણેય યુવાનો કેનાલમાં ડૂબ્યા હતાં. આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતાં જ ફાયરના જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતાં. ફાયરના જવાનોએ કેનાલમાંથી બે યુવકોના મૃતદેહોને બહાર કાઢ્યા હતાં. જ્યારે એક યુવકને સારવાર અર્થે ગોધરા સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્રણેય યુવાનો શહેરા તાલુકાના લાભી ગામના હોવાનું જાણવા મળ્યું છે.


કેનાલમાંથી બે યુવાનોના મૃતદેહ બહાર કાઢ્યા

પ્રાપ્ત વિગતો પ્રમાણે મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ભાટપુરા ગામની પાનમ કેનાલમાં ત્રણ યુવકો હાથ પગ ધોવા માટે ગયા હતાં. આ દરમિયાન ત્રણેય યુવકો પાણીમાં તણાતા ડૂબ્યા હતાં. આસપાસના લોકોએ તેમને બચાવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. આ ઘટના અંગેનો કોલ ફાયર બ્રિગેડને મળતા ફાયરના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતાં અને કેનાલમાંથી બે યુવાનોના મૃતદેહ બહાર કાઢ્યા હતાં. તે ઉપરાંત એક યુવાનને ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

ત્રણેય યુવકો શહેરાના લાભી ગામના છે

લુણાવાડા નગરપાલિકાની ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તે ઉપરાંત ઈમર્જન્સી 108 એેમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી હતી. બે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અંગે ખસેડવા તજવીજ હાથ ધરાઈ હતી. એક બચી ગયેલા યુવકને શરૂઆતમાં લુણાવાડા સિવિલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. પરંતુ તેને ત્યાંથી ગોધરા સિવિલમાં રિફર કરવામાં આવ્યો હતો. આ ત્રણેય યુવકો શહેરાના લાભી ગામના હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે.


  • Follow us on: