મહિસાગર SOG ટીમને મોટી સફળતા મળી છે. બાલાસિનોરના અંતરિયાળ વિસ્તારમાં બોગસ ડોકટર ઝડપાયો છે. ગરીબ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર વધું એક બોગસ ડોકટર ઝડપી પાડવામાં આવ્યો છે.


એક બાદ એક બોગસ ડોકટરો પર મહિસાગર SOG દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે તો મહિસાગર જિલ્લાથી વધુ એક બોગસ તબીબ ઝડપાયો છે. ગરીબ લોકોના સ્વસ્થ સાથે ચેડા કરનાર બોગસ ડોકટર બાલાસિનોર ગ્રામ્ય વિસ્તારમાંથી ઝડપાયો છે. SOGની ટીમે બોગસ ડોકટર અને કમ્પાઉડરની ધરપકડ કરી છે. આમ મહિસાગર SOGની ટીમે એનેક બોગસ તબીબોની પોલ ખુલ્લા પાડીને કાર્યવાહી કરી છે.

મહીસાગર જિલ્લા SOGની ટીમ દ્વારા બાતનીના આધારે રેડ કરતા બાલાસિનોરના ગ્રામ્ય વિસ્તારોમાં બીમાર લોકોની સારવાર કરતા ડિગ્રી વગરના ડૉકટર રાજેન્દ્ર ઝાલાની અટકાયત કરાઈ છે. SOGની ટીમ દ્વારા ડોકટર અને કમ્પાઉડરની ધરપકડ કરાઈ છે. ડૉકટર પાસે દવાઓ અને અન્ય મેડિસિન પણ જપ્ત કરવામાં આવ્યા છે. SOGએ નકલી ડોક્ટર અને કમ્પાઉડર સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  • Follow us on: