મહેસાણા રેલ્વે સ્ટેશન પરથી કાયદો અને વ્યવસ્થા તેમજ મુસાફરોની સુરક્ષા સામે સવાલો ઉભા કરતી એક અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે. વડોદરાથી ટ્રેન મારફતે મહેસાણા આવેલી કાજલ રાય નામની યુવતી પર પ્લેટફોર્મ નંબર 1 પર જ લોહીલુહાણ હુમલો કરવામાં આવ્યો હતો. મળતી વિગતો મુજબ, કાજલ રાયના પિતા અનિલરાય મહેસાણામાં જ રહે છે અને ત્યાં 'રામરોટી' ચલાવે છે. દીકરી કાજલ પોતાના પિતાને મળવા માટે વડોદરાથી ટ્રેન પકડીને મહેસાણા સ્ટેશન પર ઉતરી હતી, જ્યાં તેની સાથે આ કમનસીબ ઘટના ઘટી હતી.
મહિલા ટિકિટ ચેકરની દાદાગીરી અને હિંસક વર્તન
ટ્રેનમાંથી ઉતરેલી કાજલ રાય સાથે ટિકિટ ચેક કરવા બાબતે ત્યાં ફરજ પર તૈનાત લક્ષ્મી નામની મહિલા ટિકિટ ચેકરને કોઈ વાત પર ઉગ્ર બોલાચાલી થઈ હતી. વિવાદ એટલો વધી ગયો કે મહિલા ટીસી લક્ષ્મીએ તમામ મર્યાદાઓ નેવે મૂકીને કાજલ પર હિંસક હુમલો કરી દીધો હતો. મહિલા ટીસીએ કાજલ રાયને પ્લેટફોર્મ પર જ જાહેરમાં ઢોર માર માર્યો હતો અને તેના શરીર પર નખના ઘા મારીને લોહીલુહાણ કરી દીધી હતી. આ હુમલો એટલો ભયાનક હતો કે ઝપાઝપી દરમિયાન ઇજાગ્રસ્ત કાજલ રાયનો હાથ પણ ભાંગી ગયો હતો.













