ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થયા બાદ મહેસાણા મહાનગર પાલિકામાં પ્રથમ સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં કમિટીઓની રચના દરમિયાન ભાજપ અને કોંગ્રેસ વચ્ચે તૂ તૂ મેં મેંના દ્રશ્યો સર્જાયા હતાં બંને પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. સામાન્ય સભાની કાર્યવાહી દરમિયાન ભાજપના નેતા ભગાજી ઠાકોર પણ મીટિંગમાં આવ્યા હતાં. તેમણે માઈક લઈને બોલવાનું શરૂ કરતાં જ વિપક્ષના સભ્યોએ ભારે હોબાળો મચાવ્યો હતો.  


મેયર સોનલબેન મીડિયા બ્રિફિંગ ના આપી શક્યા

મહાનગર પાલિકાની ચાલુ બેઠકમાં જ ભાજપના હોદ્દેદારે આવીને મેન્ડેડની જાહેરાત કરવાનું કહી સભ્યોને બહાર નીકળવા જણાવ્યું હતું આ દરમિયાન નેતાઓ સામ સામે આવી ગયા હતાં. બીજી તરફ સામાન્ય સભા પૂર્ણ થયા બાદ મીડિયા સમક્ષ બ્રિફિંગ આપવા માટે બેઠેલા મહિલા મેયર સોનલબેન કેમેરા સામે ક્ષાભજનક સ્થિતિમાં મુકાયા હતાં.મેયર આ સામાન્ય સભામાં કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ અને કઈ સમિતીઓની રચના થઈ તે કાગળમાં જોઈને પણ સ્પષ્ટ રીતે બોલી શક્યા નહોતા. આ વહિવટી અણઆવડતના કારણે અંતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દિપકભાઈએ મોરચો સંભાળી સત્તાવાર બ્રિફિંગ આપ્યું હતું. 

કૂલ 11 કામોની દરખાસ્તો રજૂ કરાઈ 

મહેસાણા મહાનગર પાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ પ્રથમ સામાન્ય સભામાં જ અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં એજન્ડા પ્રામણે 9 કામો અને તે સિવાયના 2 કામો મળીને કૂલ 11 કામોની દરખાસ્તો રજૂ કરાઈ હતી. આ તમામ કામોને સર્વાનુમતે મંજૂર કરી દેવાયા હતાં. આ બેઠકમાં મહત્વના ઠરાવ પસાર કરવામાં આવ્યા છે. જેમાં વડાપ્રધાન મોદીને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડમાં ડ્રાઈવર કમ ફાયરમેનની ભરતી પ્રક્રિયા અંગે પણ અધિકારીએ જણાવ્યું હતું કે, આ ભરતી નિયમબદ્ધ રીતે જ કરવામાં આવશે. વિવધ 12 કમિટીઓની રચના કરવામાં આવી છે અને ચેરમેન વાઈસ ચેરમેનની પણ નિમણૂક કરાઈ છે. 

આ પણ વાંચોઃ Ahmedabad News : શહેરમાં CG રોડ પર લગાવવામાં આવેલા પેલિકન સિગ્નલના પુશબોક્સના કાચ તૂટ્યા


  • Follow us on: