સુરેન્દ્રનગર જિલ્લામાં સૌની યોજના અને બ્રાન્ચ કેનાલના કામો અન્વયે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની અધ્યક્ષતામાં સર્કિટ હાઉસ, સુરેન્દ્રનગર ખાતે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી.સૌની યોજનાના સંબધિત અધિકારીઓ સાથેની આ બેઠકમાં પ્રગતિ હેઠળના કામોની સમીક્ષા કરી હતી. જ્યાં સૌની યોજના મારફત પાણી નથી પહોંચતું, તે વિસ્તારમાં કઈ રીતે પાણી પહોંચાડી ખેડૂતોને મદદરૂપ થઈ શકાય તે માટે ચર્ચાઓ કરી જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.


અધિકારીઓ રહ્યાં હાજર

આ બેઠકમાં સૌની યોજનાના કાર્યપાલક ઈજનેર, ડેપ્યુટી ઈજનેર સહિતના સંબધિત અધિકારીઓ, કર્મચારીઓ, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.નર્મદા વિભાગના અધિકારીઓ સાથેની બેઠકમાં લીંબડી બ્રાન્ચ કેનાલ, બોટાદ બ્રાન્ચ કેનાલ, મોરબી બ્રાન્ચ કેનાલ આ ત્રણેય બ્રાન્ચ કેનાલના રીપેરીંગ કામો તેમજ નવા કામો અંગેના પ્રગતિ અહેવાલની ચર્ચા કરવામાં આવી હતી. ખેડૂતોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે તે રીતે કામગીરી હાથ ધરવા માટે ચર્ચાઓ કરી જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ બેઠકમાં મુખ્ય ઈજનેર, કાર્યપાલક ઈજનેર તેમજ સંબધિત અધિકારીઓ, કર્મચારીઓ, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

વઢવાણ ખાતે નવનિર્મિત આયુર્વેદિક કોલેજ બનશે

સુરેન્દ્રનગર જિલ્લામાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ કોઠારીયા રોડ, વઢવાણ ખાતે નવનિર્મિત આયુર્વેદિક કોલેજની બાંધકામ સાઈટની મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન તેઓએ કોલેજ, હોસ્ટેલ, હોસ્પિટલના વિવિધ પ્રગતિ હેઠળના કામોની સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે, અંદાજે ૮૧.૫ કરોડના ખર્ચે ૧૦૦ બેડની આધુનિક સુવિધાયુક્ત નિર્માણાધિન આ આયુર્વેદિક હોસ્પિટલની સાથે કોલેજ, હોસ્ટેલ તેમજ અન્ય જરૂરી માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. આ મુલાકાત દરમિયાન સંબધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

  • Follow us on: