અરવલ્લી જિલ્લાના મેઘરજમાં પાડાશમાં રહેતા આધેડે સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ સામે આવ્યો હતો. આધેડે 13 વર્ષની સગીરાને હવસનો શિકાર બનાવી હતી. પત્ની ઘરે ના હોય ત્યારે સગીરા પર દુષ્કર્મ આચરતો હતો. સગીરાની તબિયત લથડતા તબીબી તપાસ કરવામાં આવી હતી.જેમાં સગીરાને ત્રણ માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું.પોલીસે પોક્સોની કલમ હેઠળ આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આ કેસમાં પોલીસે 24 કલાકમાં જ આરોપીને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


24 કલાકના સમયમાં જ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો

પ્રાપ્ત વિગતો પ્રમાણે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના એક ગામમાં આધેડે પાડોશમાં રહેતી 13 વર્ષની સગીરાને હવસનો શિકાર બનાવી હતી. સગીરા આધેડના ઘરે રમવા જતી હતી.જ્યારે પત્ની ઘરે ના હોય ત્યારે આધેડ આ સગીરાને હવસનો શિકાર બનાવતો હતો.સગીરાની તબિયત લથડતાં તેની તબીબી તપાસ કરાઈ હતી. આ તપાસમાં તેને ત્રણ માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું.આ કેસમાં પોલીસે ફરિયાદ નોંધીને આરોપીને પકડવા તજવીજ હાથ ધરી હતી. જેમાં 24 કલાકના સમયમાં જ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો.

પોક્સો હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી

સગીરાના પરિવારને આ તપાસથી પગ તળેથી જમીન સરકી ગઈ હતી.સગીરાએ પોતાની સાથે થયેલી હકિકત પરિવારને જણાવી હતી. પરિવારે સગીરાની હકિકત જાણીને પોલીસ ફરિયાદ કરી હતી. જેથી ઈસરી પોલીસે આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે આરોપીને ઝડપીને તેની મેડિકલ તપાસ કરાવી હતી. આરોપી સામે પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


  • Follow us on: