• 40થી 55 કિ.મીની ઝડપે પવન ફૂંકાશે

  • 18થી 23 સપ્ટેમ્બર સુધી ભારે પવન સાથે વરસાદ રહેશે 
  • આગાહીને પગલે તંત્રએ માછીમારોને પરત આવવા સૂચના

ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે અને ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. તેવામાં હવામાન વિભાગની આગાહીને પગલે પોરબંદર સહિત ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

18થી 23 સપ્ટેમ્બર સુધી ભારે પવન સાથે વરસાદ રહેશે 

રાજ્યમાં 18થી 23 સપ્ટેમ્બર સુધી ભારે પવન સાથે વરસાદ રહેશેની હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં ખાસ કરીને  ગુજરાતના દરિયાઇ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ રહેશે. હવામાન વિભાગની આગાહીને પગલે પોરબંદર સહિત ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે. ગુજરાતના દરિયાઇ વિસ્તારમાં ભાર પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્શે. આગાહીને પગલે દરિયામાં 40થી 55 કિ.મિની ઝડપે પવન ફૂંકવાની શક્યતા છે. તંત્ર દ્વારા દરિયા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે. તો ક્યાંક વરસાદી પાણીમાં જનજીવન ખોરવાયું છે. જેના કારણે પોરબંદરના માછીમારોને પરત આવવા માટે તંત્ર દ્વારા અપીલ પણ કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ

રાજ્યમાં આવનારા પાંચ દિવસ સુધી હજી પણ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. જેના પગલે ગુજરાતના અનેક જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. આગાહીને પગલે ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ખાબક્યો હતો. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. અંકલેશ્વર-ભરૂચ, સુરત, વડોદરા, મહિસાગર સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે અનેક ગામો ઘર વિહોણા થયા છે.

હાલ ગુજરાતમાં ઘણા જિલ્લામાં ધોધમાર વરસાદ ચાલીય રહ્યો છે. જેના કારણે રાજ્યના ઘણા ડેમોમાં પાણીની ભારે આવક થઇ છે. ભારે વરસાદને કારણે નર્મદા, વડોદરા, ભરૂચ, અંક્લેશ્વર, સુરત સહિતના દક્ષિણ ગુજરાતમાં પાણીની આવક વધી છે. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. તો ક્યાક ડેમ ઓવરફ્લો થતા પૂરના પાણીઓ ગામમાં ઘૂસ્યા છે. 


  • Follow us on: