મહેસાણાના ખેરાલુમાં સહકારી મંડળીમાં 47.38 લાખની ઉચાપત થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. તત્કાલિન મંત્રી જશુ ચૌધરી સામે ઉચાપતની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ મંડળીમાં 2020થી 2023 દરમિયાન લાખો રૂપિયાની ઉચાપત થઈ હોવાનો આક્ષેપ કરાયો છે. આ ઉચાપતના કેસમાં તત્કાલિન મંત્રી જશુ ચૌધરી સહિત કૂલ 25 સભ્યો સામે ફરિયાદ નોંધાઈ છે.


તત્કાલીન મંત્રી જશુ ચૌધરી સામે ફરિયાદ

પ્રાપ્ત વિગતો પ્રમાણે ખેરાલુ તાલુકાની પ્રાથમિક શિક્ષકોની નાણા ધીરનાર સહકારી મંડળીમાં 47.38 લાખની ઉચાપતની ફરિયાદ નોંધાઈ છે. ખેરાલુ, સતલાસણા અને વડનગર તાલુકાની આ મંડળી છે. મંડળીના મંત્રી મયુરાબેન ચૌધરીએ ખેરાલુ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. તત્કાલીન મંત્રી જશુભાઈ ચૌધરીએ 2020 થી 2023 દરમિયાન ઉચાપત કરી હોવાનું બહાર આવ્યું છે.

તત્કાલીન મંત્રી સહિત કુલ 25 સભ્યો સામે FIR

આ મંડળીમાં થયેલી ઉચાપતના કેસમાં જે તે સમયના મંત્રી અને પ્રમુખ સહિતના કમિટીના સભ્યો સામે પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે. જેમાં તત્કાલિન મંત્રી સહિત કૂલ 25 સભ્યો સામે ફરિયાદ દાખલ કરાઈ છે. મંડળીના મંત્રી મયુરાબેન ચૌધરીએ પોલીસ ફરિયાદ કરતાં પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. મંડળીમાં ઉચાપત થયાની જાણ થતાં જ ત્રણ તાલુકાના શિક્ષકોમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ છે.

  • Follow us on: