• કેનેડાના પીઆર વિઝા અપાવવાના નામે ઠગાઈ
  • વિસનગરના દઢીયાળ ગામના પરિવાર સાથે ઠગાઈ
  • પરિવાર પાસેથી ટુકડે ટુકડે 59 લાખ પડાવ્યા

હાલ યુવાનોને વિદેશમાં સેટલ થવાનો ક્રેઝ વધી રહ્યો છે,ત્યારે મહેસાણાના વિસનગરના દઢીયાળ ગામના પરિવાર સાથે રૂપિયા 59 લાખની ઠગાઈ થઈ છે,આરોપીઓ દ્રારા કેનેડાના પીઆર વિઝા અપાવવાના બહાને ઠગાઈ કરવામાં આવી છે,આરોપીઓ દ્રારા અલગ-અલગ રીતે આ 59 લાખ રૂપિયા ખંખેરવામાં આવ્યા છે.

પોલીસે 4 લોકો સામે નોંધી ફરિયાદ

શોર્ટકટ રીતે વિદેશ પહોંચવા માટે લોકો કરોડો રૂપિયા આપતા હોય છે અને છેતરપિંડીનો ભોગ બનતા હોય છે,મહેસાણાના વિસનગરના દઢીયાળ ગામે એક આવી ઘટના બની હતી,જેમાં ચાર આરોપીઓએ ભેગા મળી એક પરિવારના 59 લાખ રૂપિયા લીધા છે,જેમા તેમને કેનેડા મોકલવાના અને પીઆર લઈ આપવાની વાત કરવામાં આવી હતી,ત્યારે પરિવારે ટુકડે-ટુકડે આ ચાર આરોપીઓને રૂપિયા આપ્યા હતા,પરંતુ પ્રોસેસ આગળ વધી નહી અને ફરિયાદીએ પૂછયુ ત્યારે ખબર પડી કે તેમની મહેનતા રૂપિયા આરોપીઓ ચાંઉ કરી ગયા.

પોલીસ તપાસમાં શુ સામે આવ્યું

સમગ્ર ઘટનામાં વિસનગર પોલીસે કેતુલ ચૌધરી, આશિષ ચૌધરી,કોમલ, કેશુભાઈ ચૌધરી સામે ફરિયાદ નોંધી છે આરોપીઓને હજી પોલીસે ઝડપ્યા નથી,પરંતુ આરોપીઓ ઝડપાયા બાદ વધુ ખુલાસાઓ થઈ શકે છે,અન્ય કોઈને આ જ રીતે આરોપીઓએ ભોગ બનાવ્યા નથી ને તેને લઈ પણ તપાસ તેજ કરવામાં આવી છે.

સુરતમાં પણ વિઝાના નામે છેતરપિંડી કરાઈ

કતારગામ વિસ્તારમાં આશ્રમ રોડ પર રહેતા મસાલાના વેપારી અને તેની પત્નીને અમેરિકાના સ્પોન્સર વિઝા અપાવવાનું કહીને ઠગબાઝ એજન્ટ દ્વારા 10 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની ઘટના સામે આવી છે. આ બાબતે સુરતના કતારગામ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થતાં પોલીસ દ્વારા સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને કાર્તિક નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. કાર્તિકે અગાઉ કેટલા લોકોને આ પ્રકારે છેતર્યા છે તે બાબતે માહિતી મેળવવા પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ હાથધરી છે.

  • Follow us on: