• તાપમાનનો પારો 1થી 2 ડિગ્રી ઘટવાની આગાહી
  • રાજ્યમાં રાત્રે 20 ડિગ્રી તાપમાન, દિવસે 36 ડિગ્રી તાપમાન
  • ગઇકાલે રાતે સૌથી ઓછુ વડોદરામાં 18 ડિગ્રી તાપમાન નોંધાયું

રાજ્યમાં હવામાન વિભાગે ઠંડી લઈને આગાહી કરી છે. જેમાં તાપમાનનો પારો 1થી 2 ડિગ્રી ઘટવાની આગાહી છે. રાજ્યમાં રાત્રે 20 ડિગ્રી તાપમાન તેમજ દિવસે 36 ડિગ્રી તાપમાન રહ્યું છે. ગઇકાલે રાતે સૌથી ઓછુ વડોદરામાં 18 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ.

અમદાવાદમાં રાતે 20 ડિગ્રી તાપમાન રહ્યું

અમદાવાદમાં રાતે 20 ડિગ્રી તાપમાન રહ્યું છે. તથા ગાંધીનગરમાં 18.5 ડિગ્રી તાપમાન રહ્યું છે. તેમજ ડિસેમ્બર મહિનામાં ઠંડીનો ચમકારો વધશે. ભેજના કારણે વાદળો અને ધૂમમ્સ રહેશે. ઉત્તર પૂર્વીય પવનના કારણે હાલ વાતાવરણ ઠંડુ છે. ભારતીય હવામાન વિભાગે એક મોટી આગાહી કરી છે. આ આગાહી અનુસાર ભારતના દક્ષિણી રાજ્યોમાં અને તેમાં પણ ખાસ કરીને કેરળમાં વરસાદ વરસવાની ઘણી જ સંભાવનાઓ છે. IMDએ પથાનમથિટ્ટા, ઇડુક્કી અને મલપ્પુરમ જિલ્લાઓ માટે 'ઓરેન્જ એલર્ટ' જારી કર્યું છે. તેણે રાજ્યના અલપ્પુઝા, એર્નાકુલમ અને પલક્કડ જિલ્લામાં પણ 'યલો એલર્ટ' જારી કર્યું છે.

 છ થી 11 સે.મી.ની વચ્ચે ભારે વરસાદની અપેક્ષા

કેરળના ભાગોમાં ભારે વરસાદ વચ્ચે, ભારતીય હવામાન વિભાગએ રવિવારે રાજ્યના ત્રણ જિલ્લામાં દિવસ માટે 'ઓરેન્જ એલર્ટ' જારી કર્યું હતું. IMDએ પથાનમથિટ્ટા, ઇડુક્કી અને મલપ્પુરમ જિલ્લાઓ માટે 'ઓરેન્જ એલર્ટ' જારી કર્યું છે. તેણે રાજ્યના અલપ્પુઝા, એર્નાકુલમ અને પલક્કડ જિલ્લામાં પણ 'યલો એલર્ટ' જારી કર્યું છે. 'ઓરેન્જ એલર્ટ' દરમિયાન, 12 થી 20 સે.મી.ના ભારે વરસાદની અપેક્ષા છે અને 'યલો એલર્ટ' દરમિયાન, છ થી 11 સે.મી.ની વચ્ચે ભારે વરસાદની અપેક્ષા છે.

કેરળના વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની સંપૂર્ણ સંભાવના

આ ઉપરાંત, IMD એ તિરુવનંતપુરમ, કોલ્લમ, પથાનમથિટ્ટા, ઇડુક્કી અને મલપ્પુરમ જિલ્લામાં એક અથવા બે સ્થળોએ ભારે પવન સાથે મધ્યમ વરસાદ અને વાવાઝોડાની અને કેરળના અન્ય જિલ્લાઓમાં એક કે બે જગ્યાએ હળવા વરસાદની આગાહી કરી છે. આમ શિયાળાની ઋતુ ચાલુ થઈ ગઈ હોવા છતાં કેરળના વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની સંપૂર્ણ સંભાવના છે.


  • Follow us on: