• રાજ્યમાં તાપમાન યથાવત રહેશેઃ હવામાન વિભાગ
  • રાત્રે-સાંજે લાગશે ઠંડી, બપોરે ગરમીનો અહેસાસ
  • નવેમ્બરમાં નોર્મલ ઠંડી અનુભવાશે

રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેવાની આગાહી છે. તેમજ રાજ્યમાં તાપમાન યથાવત રહેશે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે. તથા રાત્રે-સાંજે ઠંડી લાગશે તેમજ બપોરે ગરમીનો અહેસાસ થશે. ડિસેમ્બરના અંતમાં કડકડતી ઠંડી પડી શકે છે. જેમાં નવેમ્બરમાં નોર્મલ ઠંડી અનુભવાશે. જેમાં દિવસ દરમિયાન 35-37 ડિગ્રી તાપમાન રહેવાની વકી છે.

રાત્રે તાપમાન 20થી 21 ડિગ્રી આસપાસ રહેશે

રાત્રે તાપમાન 20થી 21 ડિગ્રી આસપાસ રહેશે. રાજ્યના કેટલાક ભાગોમાં 18 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. લઘુત્તમ-મહત્તમ તાપમાનમાં 1 ડિગ્રીની વધઘટ શક્ય છે. ગુજરાતમાં ડિસેમ્બર અંતમાં ખરી ઠંડી અનુભવાશે. નવેમ્બર અંતમાં નોર્મલ ઠંડી વર્તાઈ શકે છે. વહેલી સવારે અને મોડી રાતે સામાન્ય ઠંડીનો અનુભવ થાય છે. જ્યારે સવારે 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી આકરી ગરમીનો અનુભવ થાય છે. આવી ડબલ સિઝનને કારણે સંખ્યાબંધ લોકોને ખાંસી-ઉધરસ, કફ અને શરદીની તકલીફ થતી જોવા મળી રહી છે. ત્યારે ઠંડી સિઝન અંગે મહત્ત્વના સમાચાર સામે આવ્યાં છે.

ચક્રવાતને લઈ ગુજરાતના વાતાવરણમાં મોટો પલ્ટો આવશે

​હવામાન અંગેના આગાહીકાર અંબાલાલ પટેલે શિયાળાને લઈ મોટી આગાહી કરી છે. તેમણે જણાવ્યું છેકે, નવેમ્બર અને ડિસેમ્બરની શરૂઆતમાં શિયાળો હુંફાળો રહેશે. આ વર્ષે શિયાળો અલ નિનોના કારણે થોડો મોડો શરૂ થશે. આગામી 3 નવેમ્બર થી 8 નવેમ્બર વચ્ચે ભારે પશ્ચિમ વિક્ષેપ આવશે. ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોથી લઈ પૂર્વ ગુજરાત સુધી હવામાનમાં તેની અસર દેખાશે. હવામાન અંગેના આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, તારીખ 4 થી 7 નવેમ્બર વચ્ચે બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર, અને અરબ સાગરમાં ડિપ્રેશન બનશે. તારીખ 14 નવેમ્બર થી 24 નવેમ્બર વચ્ચે ચક્રવાત બંગાળના ઉપસાગર માં મજબૂત બનશે. આ ચક્રવાત દક્ષિણ પૂર્વ ભારતીય તટો ઉપર ભારે પવન સાથે વરસાદ લાવશે. આ ચક્રવાતને લઈ ગુજરાતના વાતાવરણમાં મોટો પલ્ટો આવશે. 

  • Follow us on: