આજનું સંદેશમાં મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાના ન્યૂયોર્ક શહેરના મેયર એડમ્સે શીખ સમુદાય પરના તાજેતરના હુમલા અને ઘૃણાના ગુનાઓને દેશ પરનો ડાઘ ગણાવ્યા હતા. આ સાથે જ રાજ્યમાં ગુલાબી ઠંડીની શરૂઆત પણ જોવા મળી છે. તો સાથે જ રાજ્યમાં હૃદય રોગ અને તેના કારણે મોતના વધતાં કિસ્સાએ ચિંતા ઊભી કરી છે, કારણ કે યુવાનો અને બાળકો પણ મોટી સંખ્યામાં ભોગ બની રહ્યા છે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.
વધુ વાંચો : કેનાલમાં છલાંગ લગાવી મહિલાનો જીવ બચાવનાર પોલીસ કર્મીનું સન્માન
સુરેન્દ્રનગરના 80 ફુટ રોડ પર રહેતી મહિલા શનીવારે રાત્રે 3-00 કલાક આસપાસ કેનાલમાં પડયા હતા. આ સમયે નાઈટ પેટ્રોલીંગમાં રહેલ પોલીસ જવાને પળવારનો વિચાર કર્યા વગર કેનાલમાં ઝંપલાવી મહિલાનો જીવ બચાવી લીધો હતો.
વધુ વાંચો : સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂના બે દરોડા, 1,42,700ની મતા સાથે ત્રણ પકડાયા
સુરેન્દ્રનગર શહેરની એ ડીવીઝન અને બી ડીવીઝન પોલીસે દારૂના દરોડા કર્યા હતા. જેમાં નવા હાઉસીંગ બોર્ડમાંથી દારૂ ભરેલી કાર મળી આવી હતી. આ બનાવમાં આરોપી હાજર મળી આવ્યો ન હતો.
વધુ વાંચો : ધ્રાંગધ્રા અને માલવણ વચ્ચે ચાલુ ટ્રેને બાળક પડી જતાં ઈજાગ્રસ્ત
ભુજથી સાબરમતી તરફ જતી ઈન્ટરસીટી ટ્રેનમાંથી ચાલુ ટ્રેને એક બાળક પડી ગયુ હતુ. આ બાળક પડી ગયાની માતા-પિતાને પણ જાણ ન હતી. ત્યારે ઈન્દોરથી ગાંધીધામ જતી ટ્રેનના ડ્રાઈવરે બાળકને જોતા તેને હોસ્પીટલ લઈ જવાયુ હતુ.
વધુ વાંચો : લીંબડી શહેરમાં ફરી ભરવાડ જૂથો વચ્ચે જૂથ અથડામણમાં પાંચ લોકો ઘવાયા
લીંબડી શહેરમાં છેલ્લા ઘણા સમયથી ભરવાડ જ્ઞાતિના સભાડ અને જોગરાણા જુથો વચ્ચે અગાઉના ઝઘડાની અદાવત ચાલી આવે છે. રવિવારે રાત્રે કબીર આશ્રામ રોડ પર બાઇક લઇ નીકળેલા બે યુવાનો સાથે સામાન્ય જેવી બાબતે બોલાચાલી થતાં વાતાવરણ ઉગ્ર થતાં બંને જુથો વચ્ચે મારામારી થઇ હતી.
વધુ વાંચો : ન્યૂયોર્કના મેયરે શીખોને કહ્યું- તમારી પાઘડીનો મતલબ આતંકવાદ નથી
અમેરિકાના ન્યૂયોર્ક શહેરના મેયર એડમ્સે શીખ સમુદાય પરના તાજેતરના હુમલા અને ઘૃણાના ગુનાઓને દેશ પરનો ડાઘ ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે શીખ પાઘડીનો મતલબ આતંકવાદ નથી થતો, બલકે તે વિશ્વાસનું પ્રતીક છે.
વધુ વાંચો : ઈઝરાયેલી દળો ગાઝા શહેરમાં ટેન્કો સાથે ઘૂસ્યા
ઈઝરાયેલ-હમાસ યુદ્ધનો આજે 24મો દિવસ છે. તે દરમિયાન જમીની કાર્યવાહી માટે ઈઝરાયેલી સેનાએ ગાઝા શહેરમાં ટેન્કો સાથે પ્રવેશ કર્યો છે. ગાઝાના જેનિન વિસ્તારમાં સેનાએ પ્રવેશ કરતાં યુદ્ધગ્રસ્ત પેલેસ્ટાઇનની ઉત્તરથી દક્ષિણ સુધીની સડક બ્લોક થઈ ચૂકી છે.
વધુ વાંચો : ગુજરાતમાં એક જ વર્ષમાં હૃદયરોગની તકલીફમાં 28 ટકાનો ગંભીર ઉછાળો
રાજ્યમાં હૃદય રોગ અને તેના કારણે મોતના વધતાં કિસ્સાએ ચિંતા ઊભી કરી છે, કારણ કે યુવાનો અને બાળકો પણ મોટી સંખ્યામાં ભોગ બની રહ્યા છે. ગુજરાતમાં હૃદય રોગની તકલીફમાં ગત વર્ષની સરખામણીએ 28 ટકાનો જ્યારે અમદાવાદમાં 30 ટકાનો વધારો જોવા મળ્યો છે.
વધુ વાંચો : અમે તો બસસ્ટેન્ડ બાંધી દીધું,હવે તમને નડતું હોય તો એક લાખ આપો'
AMTS દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં બનાવાયેલા બસ સ્ટેન્ડ નડતરરૂપ હોય તો તે ખસેડવા માટે અરજી કરનાર અરજદાર પાસેથી રૂ. 1 લાખનો ખર્ચ વસૂલવાનો નિર્ણય લેવાને પગલે વિવાદ સર્જાયો છે.
વધુ વાંચો : રખડતાં-ઢોરો અંગે નક્કી થયેલી ગાઇડલાઇનનો ચુસ્ત અમલ કરવા માટે શહેરી તંત્રોને તાકીદ
રાજ્યમાં અને રાજ્યના સૌથી મોટા મહાનગર અમદાવાદમાં રખડતાં ઢોરની સમસ્યા અંગે ગુજરાત હાઈકોર્ટે શહેરી વિકાસ વિભાગ, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એમ થેન્નારાસન અને અમદાવાદના ટ્રાફિક એડિશનલ પોલીસ કમિશનર નરેન્દ્ર ચૌધરીનો ઉધડો લીધો