મોરબીમાં છેલ્લા કેટલાક સમયમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં વધારો થયો છે. ચોરી, લૂંટફાટ અને છેડતી જેવા બનાવોને લઈને ફરિયાદો સામે આવી છે. હાલમાં મોરબીમાંથી એલસીબી પોલીસે હથિયાર બનાવાનું કૌભાંડ ઝડપ્યું. જેમાં બારબોરની બંદૂક સાથે એક ઈસમ ઝડપાયો.  પોલીસને આ શખ્સ પાસેથી પ્રતિબંધિત વસ્તુ મળી આવતા તેને ઝડપી પાડ્યો . જ્યારે અન્ય એક શખ્સ ફરાર થઈ ગયો છે. પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુના દાખલ કરી આ શખ્સની અટકાયત કરી.


ચીખલી ગામમાંથી ઝડપાયું હથિયાર બનાવવાનું કૌભાંડ

ઓપરેશન સિંદૂર બાદ દેશભરમાં સર્ચ ઓપરેશન શરૂ થયું છે. ગુજરાતમાં પણ શંકાસ્પદ સ્થાનો અને શંકાસ્પદ વ્યક્તિઓની સઘન તપાસ કરવામાં આવી રહી છે. આ જ ક્રમમાં મોરબીમાં સર્ચ ઓપરેશન દરમિયાન માળિયા મિયાણાના ચીખલી ગામે એલસીબી (LCB) ટીમે એક ફેકટરી પર દરોડો પાડ્યો. આ મિની ફેકટરીમાં હથિયાર બનાવવાનું હોવાનું સામે આવ્યું. ફેકટરીમાંથી પોલીસે બે બાર બોરની બંદુક - 60 ખાલી કારતુસ,ગન પાઉડર,વેલ્ડીગ મશીન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો.

પોલીસે 1 શખ્સની કરી ધરપકડ, 1 ફરાર

પોલીસે 19 હજારના મુદ્દામાલ સાથે સલીમ કાદરભાઈ મલાણીની ધરપકડ કરી. હથિયાર બનાવવાની ફેકટરીમાં બે શખ્સ દ્વારા આ કારસ્તાનને અંજામ આપવામાં આવ્યો હતો. પોલીસ દરોડા પાડતા એક શખ્સ સીદીક ઉમેદઅલી કાજેડીયા ફરાર થઈ ગયો. પોલીસે આ શખ્સને ઝડપી લેવા તજવીજ હાથ ધરી. ફેકટરીમાંથી ઝડપાયેલ આ શખ્સની પૂછપરછ કરતાં પોલીસને જાણવા મળ્યું કે તેણે યુટ્યુબ પર વિડિયો જોઈને બાર બોરની બંદુક બનાવવાનું શીખ્યું હતો. અને પોતાના ઘરમાં જ બંદૂક બનાવતો હતો. પોલીસે બન્ને શખ્સ સામે આર્મ્સ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો.


  • Follow us on: