- હજીરાના સહયોગથી નવનિર્મિત લર્નિંગ ઝોનનું ઉદ્દઘાટન કર્યું
- જેલમાં કેદીઓ માટે શિક્ષણને લઈ નવી પહેલ
- રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સ્કૂલ ખુલ્લી મુકાઇ
સુરતમાં લાજપોર જેલ ખાતે 130 બંદીઓ જેલમાં બેસીને શિક્ષણ મેળવી રહ્યાં છે,તેને લઈ આજે હર્ષ સંઘવી દ્રારા મીની સ્કૂલનને ખુલ્લી મૂકવામાં આવી છે.આ લર્નિંગ સ્માર્ટ કલાસરૂમ જેલમાં રહીને ઓપન યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહેલા અથવા બોર્ડની પરીક્ષા માટે તૈયારી કરી રહેલા બંદીવાનો માટે ઉપયોગી સાબિત થશે. બંદીવાનોના સ્વ- વિકાસ અને કૌશલ્યવર્ધનને પ્રોત્સાહન આપવા માટે આ એક ઉત્તમ અભિગમ અને આવકારદાયક પહેલ છે.
હર્ષ સંઘવી સુરતની લાજપોર જેલની મુલાકાતે
લાજપોર જેલમાં 130 કેદીઓને લઈ મીની સ્કૂલ શરૂ કરવામાં આવી છે.આ સ્કૂલમાં સ્થાનિક અધિકારીઓ સહિત જેલના અધિકારીઓ હાજર રહેશે સાથે સાથે જેલમાં સ્કૂલ સાથે શિક્ષણનો માહોલ બનાવાય તેવા પ્રયત્નો કરાયા છે.હર્ષ સંઘવીએ જેલમાં સ્કૂલ બની કેદીઓ ભણે તેને લઈ આ પહેલ કરી છે.ગૃહમંત્રીએ જેલના રત્નકલાકારો સાથે પણ મુલાકાત કરી છે અને ચર્ચા કરી હતી.

અગાઉ સ્કૂલ હતી હવે સ્માર્ટ સ્કૂલ બની
લાજપોર જેલમાં અગાઉ પણ સ્કૂલ હતી પણ હવે જે સ્કૂલ બની છે તે સ્માર્ટ સ્કૂલ બની છે,ખાનગી કંપનીના સહયોગથી આ સ્કૂલ બનાવવામાં આવી છે અને એક બિલ્ડીંગ બનાવવામા આવ્યું છે જેમાં 130 કેદીઓ શિક્ષણ મેળવી રહ્યાં છે.જેલમાં રહેલા બંદીવાન હીરા પણ ઘસે છે.
અમદાવાદમાં પણ બનશે પોલીસ ટ્રેનિગનું ખાસ સેન્ટર
અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલ સંકુલમાં 45 એકરમાં અત્યાધુનિક ટ્રેનિંગ સેન્ટર બનવા જઈ રહ્યું છે. જેમાં કોન્સ્ટેબલથી લઈને DySP કક્ષાના કર્મચારીઓને ટ્રેનિંગ મળે તેવી વ્યવસ્થા ઊભી કરાશે. ૩4 જેટલી સુવિધાઓથી સભર આ ટ્રેનિંગ એકેડમીમાં સ્પોર્ટ્સની તમામ એક્ટિવિટી ઓલિમ્પિકની કક્ષાની રહેશે. સાથોસાથ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ તથા પરેડ ગ્રાઉન્ડ પણ ઓલિમ્પિક લેવલના બનાવવામાં આવશે.
અગાઉ લાજપોર જેલમાંથી કેદીઓને છૂટા કર્યા હતા
લાજપોર મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહેલા અને 14 વર્ષની સજા પુરી થઇ ગઇ હોય તેવા કેદીઓ વહેલા જેલ મુક્ત થાય તે માટે જેલ સલાહકાર સમિતિની બેઠક બાદ એક મહિલા સહિત 17 કેદીઓને જેલ મુક્ત કરવામાં આવ્યા હતા. કેદીઓ જેલ મુક્ત થતા જ કેદીઓ અને તેમના પરિવારજનો વચ્ચે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. કેદીઓની જેલ મુક્તિની સાથે સાથે જેલ ડીઆઇજી ડો.એલ.એન.રાવના માર્ગદર્શન હેઠળ બંદીવાન મહોત્સવનું પણ આયોજન કરાયું હતું. જેમાં 528 કેદીઓએ ભાગ લીધો હતો.