ગુજરાતમાં આવતીકાલે 15 જિલ્લાઓમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. 22 એપ્રિલના રોજ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વધ્યો છે. પાકિસ્તાન સામે ભારતે આતંકવાદી હુમલામાં આકરી કાર્યવાહી કરતા સિંધુ કરાર સમાપ્ત, અટારી ચેક પોસ્ટ બંધ કરવા અને વસ્તુઓની આયાત-નિકાસ બંધ કરી. જેના બાદ અત્યારે દેશમાં યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. યુદ્ધની આશંકાને પગલે કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા મોકડ્રીલના આદેશ અપાયા છે. જે અંતર્ગત આવતીકાલે ગુજરાતના 14 જિલ્લાઓમાં મોકડ્રીલ યોજાશે.
રાજ્યના 11 જિલ્લામાં મોકડ્રીલ
પાકિસ્તાન સાથેના સંઘર્ષ વધતા કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા 7 મે 2025ના રોજ ગુજરાત ઉપરાંત દેશભરના અન્ય રાજયોમાં સિવિલ ડિફેન્સ મોકડ્રિલ કરવાના આદેશ આપ્યા છે. આ મોકડ્રીલનો ખાસ ઉદેશ્ય નાગરિકોને યુદ્ધ સ્થિતિ દરમિયાન હુમલાઓથી બચવા તાલીમ આપવાનો છે. મોકડ્રીલમાં યુદ્ધ સ્થિતિ દરમિયાન નાગરિકોએ કેવી રીતે પોતાની સુરક્ષા કરવી તેમજ કટોકટીના સમયમાં વધુને વધુ કેવી રીતે લોકોને સલામતી આપવી તેને લઈને તાલીમ આપવાની સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને પાકિસ્તાનની સરહદ સાથે સંકળાયેલા વિસ્તારમાં નાગરિકોને સુરક્ષા અને સલામતી માટેની તાલીમ અપાશે. 1971 બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિનો માહોલ જોવા મળ્યો છે.
નાગરિકોને તાલીમ આપવાનો ઉદેશ્ય
આવતીકાલે રાજ્યમાં હાથ ધરવામાં આવેલ મોકડ્રીલમાં ગાંધીનગરથી મુખ્ય સચિવ સહિતના અધિકારીઓ જોડાશે. મોકડ્રીલને લઈને દેશભરમાં તમામ રાજ્યોના અધિકારીઓ સાથે ગૃહ સચિવની બેઠક યોજાઈ હતી. કેન્દ્ર સરકારના આદેશ અનુસાર, આ Nationwide ડ્રીલ 244 જિલ્લાઓમાં યોજાશે, જેમાં ગુજરાતના મહત્વપૂર્ણ શહેરો અને વિસ્તારોનો પણ સમાવેશ થાય છે. ગુજરાતમાં આવતીકાલે થનાર મોકડ્રિલમાં 13,000 નાગરિક સંરક્ષણ વોલન્ટિયર્સ અને 44,000 હોમગાર્ડ્સ ડ્રિલમાં ભાગ લેશે. આ પ્રકારની વિશાળ ડ્રિલ 1971 પછી પ્રથમવાર યોજાઈ રહી છે. મોકડ્રીલ દરમિયાન શાળાઓ અને કોલેજોમાં વિદ્યાર્થીઓને બચાવ અને સુરક્ષા અંગે તાલીમ આપવામાં આવશે. તેમજ કટોકટીના સમયમાં જરૂરીયાત મુજબ લોકોને કેવી રીતે સુરક્ષિત સ્થળે ખસેડવા તે પણ બતાવવામા આવશે.
મોકડ્રીલને લઈને તડામાર તૈયારીઓ
રાજ્યમાં આવતી કાલની મોકડ્રીલને લઈને તડામાર તૈયારીઓ શરૂથઈ ગઈ છે. ગાંધીનગરમાં એક બાદ એક બેઠકો નો ધમધમાટ શરૂ થયો છે. કેન્દ્રીય ગૃહમંત્રાલય સાથે વીસી બાદ રાજ્યના ગૃહમંત્રી સાથે અધિકારીઓની બેઠક શરૂ થઈ. સિવિલ ડિફેન્સ ડિજી મનોજ અગ્રવાલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી વચ્ચે બેઠક થઈ. સિવિલ ડિફેન્સ સાથે જોડાયેલ અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર રહેશે. રાજ્યના 14 જિલ્લામાં થનારા મોકડ્રિલ ના આયોજન અંગે બેઠકમાં ચર્ચા થશે.