ગુજરાતમાં લાંચિયા અધિકારીઓને ઝડપી પાડવા માટે ACB સક્રિય થઈ ગઈ છે. લાંચ લેતા અધિકારીઓ ACBના હાથે રંગેહાથે ઝડપાઈ રહ્યાં છે. મોરબીમાં અરજીના નિકાલ માટે લાંચ માંગતા બે પોલીસ કર્મીઓને ACBએ રંગેહાથે ઝડપી પાડ્યાં છે. બંને પોલીસકર્મીઓ સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે. ACBએ બંનેની ધરપકડ કરી લાંચની રકમ કબજે કરી છે.


અરજદારે અગાઉ એક લાખ ચૂકવી દીધા હતાં

પ્રાપ્ત વિગતો પ્રમાણે મોરબીમાં નહેરુ ગેટ ચોકીમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ હિતેશ મકવાણાએ અરજદાર પાસેથી અરજીના નિકાલ માટે કુલ 2.30 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. આ લાંચની રકમમાં અરજદારે અગાઉ એક લાખ ચૂકવી દીધા હતાં. બાકીના 1.30 લાખ માટે તેની પાસે સતત ઉઘરાણી કરાતી હતી. જેથી અરજદારે ACBનો સંપર્ક કર્યો હતો.

હિતેશ મકવાણાને 1.30 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો

ACBએ છટકુ ગોઠવીને હેડ કોન્સ્ટેબલ હિતેશ મકવાણાને 1.30 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો. એસીબીએ તેની ધરપકડ કરી લાંચની રકમ કબજે કરી છે.આ કેસમાં PSI એ.એસ.શુક્લાને પણ પૂછપરછ માટે ACB ઓફિસે લઈ જવામાં આવ્યા છે.મોરબીમાં સરકારી કચેરીઓમાં લાંચની આ ઘટનાથી પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.


  • Follow us on: