મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં લૂંટનો બનાવ સામે આવ્યો છે. હળવદમાં એક લાખની લૂંટ કરી બે લૂંટારુ ફરાર થયા છે. પોલીસે લૂંટ મામલે તપાસ હાથ ધરી છે. અને લૂંટારુઓને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. કોઈબા ધવાણા તરફ જવાના રસ્તા પર લૂંટની ઘટના પ્રકાશમાં આવી હતી. બે અજાણ્યા કાર ચાલકે બાઈક ચાલકને ઊભો રાખી લૂંટ કરી હતી. લૂંટને લઈ પોલીસે નાકાબંધી કરી તપાસ શરુ કરી છે.


લૂંટની ઘટનાથી ચકચાક

મોરબીના હળવદમાં લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. એક લાખની લૂંટ કરી બે લૂંટારુઓ ફરાર થયા છે. હળવદ હાઇવે પર કોઈબા ધવાણા તરફ જવાના રસ્તા પર બે અજાણ્યા કાર ચાલકે બાઈક ચાલકને ઊભા રાખી લૂંટ કરી હતી. યાર્ડમાંથી તલ વેચી પરત ફરી રહેલા ખેડૂતને લૂંટી લેવાતા ચર્ચા શરુ થઇ છે. 1 લાખથી વધુની લૂંટ કરી કાર ચાલક ફરાર થયો છે. પોલીસને બનાવની જાણ થતા નાકાબંધી કરવામાં આવી છે. આરોપીને પકડી પાડવા માટે પોલીસે ચક્ર ગતિમાન કર્યા છે.

સુરક્ષા વ્યવસ્થા પર સવાલ

રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉભા થઇ રહ્યા છે. પોલીસ રક્ષણના દાવા માત્ર કાગળ પર હોવાનું સાબિત થઇ રહ્યુ છે. આ લૂંટ કેમ કરવામાં આવી, લૂંટારુઓ કોણ હતા, અગાઉ ક્યાં તેઓ લૂંટ કરી ચુક્યા છે. તે અંગે તપાસ તેજ કરાઇ છે. પરંતુ એક તરફ નજર કરો તો ગુનાઓનું પ્રમાણ સતત વધી રહ્યુ છે. ત્યારે સલામતીના દાવાઓ કરતી પોલીસ સામે આવા કેસ પડકાર ફેંકે છે. હળવદમાં ખેડૂત પાસેથી એક લાખની લૂંટ કરીને ફરાર થવું એ મોટો બનાવ છે. 

  • Follow us on: