ગુજરાતમાં ઘણી બધી વર્ષો જૂની ઈમારતો આવેલી છે. જે જર્જરિત થઈ જતા પડી જાય છે. ઘણી ઈમારતો વર્ષો જૂની હોય છે. જે સારસંભાળ વિના જ રહીને જિર્ણ હાલતમાં ધરાશાયી થાય છે. તો આવી ઈમારતોમાં જ્યાં લોકો રહેતા હોય તેઓની જિંદગી જોખમમાં મૂકાઈ જાય છે. મોરબી જિલ્લામાં એક જૂની ઈમારતનો કાટમાળ ધરાશાયી થઈ ગયો હતો.જેના લીધે લોકોમાં ભારે ભય જોવા મળ્યો હતો.
દુકાનનો કાટમાળ ધરાશાયી થયો
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મોરબીના નવા ડેલા રોડ પર રાવલ શેરી આવેલી છે. જ્યાં એક વર્ષો જૂની દુકાન આવેલી છે. જૂની ઈમારત હોવાને લીધે તે ઘણી જર્જરિત હાલતમાં હતી. તો વર્ષો જૂનું બાંધકામ હોવાથી છતનો કાટમાળ ધરાશાયી થઈ ગયો હતો. જેના લીધે આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. દુકાન જર્જરિત હાલતમાં હોવાથી લોકો ભયમાં હતા. જોકે,ઘણીવાર સ્થાનિક લોકોએ મહાનગરપાલિકામાં રજૂઆત કરી હતી સ્થાનિકોએ મનપાની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા. મહાનગરપાલિકાએ કોઈ કાર્યવાહી ન કરતા કાટમાળ ધરાશાયી થઇ ગયો હતો.
કાટમાળ પડતા કાર અને રિક્ષાને નુકસાન
દુકાનની છતનો કાટમાળ તૂટતા તે કાર અને રિક્ષા પર પડ્યો હતો. જેથી કાર અને રિક્ષાને મોટું નુકસાન થવા પામ્યું હતું. જોકે, કાટમાળ પડતા ત્યાં કોઈ નહોતું જેથી મોટી જાનહાનિ ટળી હતી. તો હજુ પણ કાટમાળ લટકતી હાલતમાં જોવા મળે છે. જેના લીધે લોકોમાં ભય છે કે, કોઈ મોટું નુકસાન ન થાય મોરબી મહાનગરપાલિકા દ્વાર તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે તેવી સ્થાનિક લોકોએ માંગણી કરી છે.