ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ અનેક સ્થાનો પર ચૂંટણી પહેલા જ જીત મેળવી રહ્યું છે. પંચમહાલ, મહીસાગર, વડોદરા અને રાપરમાં કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા પાલિકા ચૂંટણીમાં ભાજપ વિજય તરફ કૂચ કરી રહ્યું છે.ગઈકાલે કચ્છના ભચાઉમાં 21 બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા. જ્યારે આજે અનેક બેઠકો પર ભાજપ સિવાયના ઉમેદવારો ફોર્મ પરત ખેંચતા બિનહરીફ વિજેતા જાહેર થયા.


  • 66 નગરપાલિકામાંથી 3 નગરપાલિકામાં જીત નક્કી
  • મતદાન પહેલા 3 નગરપાલિકામાં ભાજપની જીત નક્કી
  • બાંટવા, હાલોલ, ભચાઉ નગરપાલિકામાં ભાજપની જીત નક્કી
  • બાંટવાની 25માંથી 15 બેઠકો પર ભાજપ ઉમેદવાર બિનહરીફ
  • હાલોલમાં 36માંથી 20 બેઠકો પર ભાજપ ઉમેદવાર બિનહરીફ
  • ભચાઉની 28માંથી 21 બેઠકો પર ભાજપ ઉમેદવાર બિનહરીફ

પંચમહાલમાં વિજેતાને પાઠવ્યા અભિનંદન

પંચમહાલ શિવરાજપુર જિ.પં. બેઠકને લઈ મોટા સમાચાર સામે આવ્યા. કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા ભગવો લહેરાયો. ભાજપના ઉમેદવાર મીનાબેન પરમાર બિનહરીફ જાહેર થયા.જયારે મંગલીયાણા બેઠક પર કોંગ્રેસ,આપ સહિત ત્રણ ઉમેદવારોના ફોર્મ અમાન્ય ઠરતાં ભાજપ બિનહરીફ વિજેતા થયું. શહેરા તા.પં.ની પેટાચૂટંણીમાં ભાજપના દેવેન્દ્ર પગી બિનહરીફ.બિનહરીફ ઉમેદવારને તમામ લોકોએ અભિનંદન પાઠવ્યા.

હાલોલના શિવરાજપુર જિલ્લા પંચાયત બેઠકના ભાજપ ના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા. કોંગ્રેસ ના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા ભગવો લહેરાયો. પંચમહાલ માં બે નગરપાલિકા સાથે શીવરાજ જિલ્લા પંચાયત બેઠક માટે પણ પેટા ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ભાજપના ઉમેદવાર સામે કોઈ પણ ઉમેદવારી પત્ર ન રહેતા બિનહરીફ જાહેર કરાયા.

મહીસાગરમાં 8 બેઠકો પર બિનહરીફ જાહેર

મહીસાગર બાલાસિનોર નપાની ચૂંટણીમાં અપક્ષ અને કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું. ન.પા.માં કુલ 16 પૈકી કુલ 8 બેઠકો બિનહરીફ જાહેર. ભાજપના સમર્થનમાં કોંગ્રેસ-અપક્ષ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું. વોર્ડ નં.3માં ભાજપના ઉમેદવારનો વિજય. વોર્ડ નં.3 અને 4માં ભાજપના 8 ઉમેદવારનો વિજય થયો.

વડોદરા કોંગ્રેસને ઝટકો

વડોદરા તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસને ઝટકો.દશરથ બેઠક પર કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યુ. કોંગ્રેસ ઉમેદવાર વશરામ રબારીએ ફોર્મ પરત ખેંચ્યુ. ભાજપના ઉમેદવાર સુનીલ પ્રજાપતિ બિનહરીફ જાહેર. તાલુકા પંચાયત ની પેટા ચુંટણીમાં પણ કોંગ્રેસને ફટકો. દશરથ બેઠક પર ભાજપ નો ઉમેદવાર બિન હરીફ વિજેતા જાહેર. ભાજપ ના ઉમેદવાર સુનીલ પ્રજાપતિ બિન હરીફ વિજેતા જાહેર. કોંગ્રેસ ઉમેદવાર વશરામ રબારીએ ફોર્મ પરત લેતા ભાજપ નો વિજય. દશરથ,કોયલી અને નદેસરી તાલુકા પંચાયત ની યોજાવવાની હતી પેટા ચૂંટણી.

ધરમપુરમાં કોંગ્રેસના ઉમેદવાર ગાયબ થયા. જ્યારે વોર્ડ નં.3ના અપક્ષ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યુ. ભાજપે નારાજ થયેલ મુનાફ અજમેરિયાને મનાવ્યા.મુનાફ અજમેરીએ દાવેદારી પરત ખેંચતા ભાજપ બિનહરીફ વિજેતા જાહેર થયું. વોર્ડ નં.3ના ફહદ બહાનાન બિનહરીફ જાહેર થયા.

રાપરમાં ભગવો લહેરાયો

રાપર નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા. વોર્ડ નં.4ના યશ રાજગોરે ફોર્મ પરત ખેંચ્યુ. વોર્ડ નં.7ના હિતેશ સંધારએ ફોર્મ પરત ખેંચ્યુ. ફોર્મ પરત ખેંચતા ભાજપ ત્રણ બેઠકો પર બિનહરીફ જાહેર થયા.ન.પા.માં કુલ 28 બેઠકો માટે ચૂંટણી યોજાવાની હતી.

રાપર નગરપાલિકા ની ચુંટણી માટે આજે ફોર્મ ખેંચવાના છેલ્લા દોઢ કલાકમાં બાકી છે ત્યારે કોંગ્રેસ ના ઉમેદવાર વોર્ડ નંબર ચારના ઉમેદવાર યશકુમાર ભાનુશંકર રાજગોર અને જાગૃતિ બેન વિનોદભાઈ માલી અને વોર્ડ નંબર સાતના હિતેશ ભાઇ દેશરભાઇ સંઘારએ પોતાની ઉમેદવારી ચુંટણી અધિકારી અને અંજાર પ્રાંત અધિકારી સુરેશભાઇ ચૌધરી તથા મામલતદાર એચ.બી.વાઘેલા સમક્ષ પરત ખેંચી લીધી હતી એટલે ભાજપ ને વોર્ડ નંબર ચાર મા બે અને વોર્ડ નંબર સાત મા એક બેઠક મળી કુલ ત્રણ બેઠકો બપોરે દોઢ વાગ્યા સુધી બિનહરીફ મળી ગઈ છે મળતી વિગતો મુજબ કોગ્રેસ ના અન્ય ઉમેદવારો ને રાજય બહાર લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે હજુ ફોર્મ પરત ખેંચી લેવા ના સમય બપોરે ત્રણ વાગ્યા સુધી હજુ બે બેઠકો પર ના કોગ્રેસ ના ઉમેદવારો નો સંપર્ક કરી પરત ખેંચવાની બેઠક નો દોર ચાલી રહ્યો છે જો અંતિમ સમય દરમિયાન આ ફોર્મ ખેંચવાના મા આવશે કે કેમ તે અંગે ની ચર્ચા થઈ રહી છે અત્યારે તો ભાજપ ને અઠાવીસ બેઠકો માંથી ત્રણ બેઠક બિનહરીફ મળી ગઈ છે

ખેરાલુમાં ડભોડા અને કુડા પર થશે ચૂંટણી

ખેરાલુ તા.પં.ની ડાલીસણા સીટ બિનહરીફ જાહેર થઈ. કોંગ્રેસના ઉમેદવાર કાળુજી ઠાકોરે ઉમેદવારી પરત ખેંચી. ભાજપે પૈસાથી ઉમેદવાર ખરીદ્યો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ. કોંગ્રેસ આગેવાન બાબુજી ઠાકોરનો મોટો આક્ષેપ. ‘પૈસાથી કોંગ્રેસના ઉમેદવારને ખરીદી ભાજપે તોડફોડ કરી’.‘ભાજપ જિલ્લા ઉપપ્રમુખે ઉમેદવાર ખરીદ્યોનો આક્ષેપ’. ભાજપના ઉમેદવાર બળવંતગીરી ગોસ્વામી બિનહરીફ. ખેરાલુ તા.પં.ની ડભોડા અને કુડા સીટ પર ચૂંટણી યોજાશે.

જુનાગઢ મનપા ચૂંટણીમાં વોર્ડ નં.2ના ભાજપ ઉમેદવાર બિનહરીફ જાહેર થયા. લીરીબેન ભિભા બિનહરીફ જાહેર કરાયા.

ધોરાજી ન.પા. ચૂંટણીમાં 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા. ભાજપ,સપા અને આપના બે ઉમેદવારોએ ફોર્મ ખેંચ્યા. વોર્ડ નં.2માં ભાજપ ઉમેદવાર પ્રવિણ દવેએ ફોર્મ ખેંચ્યુ. વોર્ડ નં.2માં સપા ઉમેદવાર યોગેશ ભાષાએ ફોર્મ ખેંચ્યુ. વોર્ડ નં.4માં AAP ઉમેદવાર સુરેશ અંટાળાએ ફોર્મ ખેંચ્યુ. વોર્ડ નં.9માં AAP ઉમેદવાર શર્મીલા જરવલીયાએ ફોર્મ ખેંચ્યુ


કોંગ્રેસનો આક્ષેપ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ ખેલ પાડતી હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ભાજપની તડજોડની રાજનીતિ સામે કોંગ્રેસ રાજ્ય ચુંટણી પંચને કરશે રજૂઆત. પાંચ સભ્યોની પ્રતિનિધિ મંડળ રાજ્ય ચુંટણી પંચમાં ફરિયાદ કરશે. અનેક વિસ્તારોમાં ઉમેદવારોને હેરાનગતિ કરવામાં આવી. કેટલાક અધિકારીઓ ભાજપના ઇશારે કામ કરી કોંગ્રેસના ઉમેદવારોને હેરાન કરતા હોવાનો મનીષ દોશીએ આક્ષેપ કર્યો.


  • Follow us on: