જૂનાગઢમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જંગ જોવા મળશે. જૂનાગઢ જિલ્લામાં 6 મહાનગરપાલિકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી થવાની છે.6 નગરપાલિકાની 143 બેઠકો પર 378 ઉમેદવારો ચૂંટણી લડશે. ફોર્મ ભરવાની અને પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું. 6 મહાનગરપાલિકામાંથી સૌથી વધુ માંગરોળમાં 101 ઉમેદવારો જ્યારે સૌથી ઓછા ચોરવાડમાં 50 ઉમેદવારોએ ચૂંટણી લડવા જઈ રહ્યા છે.
- 6 નપામાં 143 બેઠકો ઉપર 378 ઉમેદવારો
- સૌથી વધુ માંગરોળમાં 101 ઉમેદવારો
- વંથલી નગરપાલિકામાં 55 ઉમેદવારો
- માણાવદર નગરપાલિકામાં 69 ઉમેદવારો
- વિસાવદર નગરપાલિકામાં 71 ઉમેદવાર મેદાનમાં
- ચોરવાડ નગરપાલિકામાં 50 મુરતિયા વચ્ચે ચૂંટણી
સ્થાનિકો સુવિધાથી વંચિત












