નડિયાદમાં વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલવાનનો અકસ્માત થયાના સમાચાર સામે આવી રહ્યા છે. ઉત્તરસંડા રોડ પર કારે અચાનક વળાંક લેતા અકસ્માત સર્જાયો હતો. એસટી બસે સ્કૂલવાનને પાછળથી ટક્કર મારતા તમામ વિદ્યાર્થીઓના શ્વાસ અધ્ધ ચડી ગયા હતા. અકસ્માતમાં વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો છે.


મળતી માહિતી મુજબ, શાળાના વિધાર્થીઓ શાળાએથી પરત આવતા સમયે નડિયાદ ઉત્તરસંડા રોડ પર વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલવાનને અકસ્માત નડ્યો છે. આગળ જતી કારે અચાનક વળાંક લેતા સ્કૂલવાને બ્રેક મારતા પાછળથી એસટી બસે ટક્કર મારી હતી. સ્કૂલ વનને પાછળથી ટક્કર વાગતા ગાડીનો કાચ તૂટ્યો હતો. અકસ્માતની ઘટનામાં  વિદ્યાર્થીઓનો આબાદ બચાવો થયો છે.

કરમસદથી નડિયાદ આવતી એસ.ટી બસે બાળકો ભરેલી સ્કૂલવાનને પાછલા ભાગે અથડાવી હતી. સદનસીબે ઓછી સ્પીડ હોવાથી ગંભીર દુર્ઘટના ટળી અને બાળકો ઇજાથી બચાવ થયો છે. વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલવાનનો અકસ્માતને પગલે વાલીઓનું ટોળું ઘટનાસ્થળે પહોંચી કારચાલક પર ઉસ્કેરાયા હતા. 

  • Follow us on: