ગુજરાતનું વર્ષ 2025-26 નું બજેટ રજૂ થયા બાદ ત્રણ દિવસ વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કાળ દરમ્યાન વિવિધ પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં રાજ્યમાં કુપોષિત બાળકોની સંખ્યા સામે આવવા પામી હતી. વિધાનસભામાં સરકારે રજૂ કરેલા જવાબમાં કુપોષિત બાળકોની સંખ્યા સામે આવી હતી.
રાજ્યમાં કુપોષિત બાળકોના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. રાજ્યમાં વર્ષ 2025ની સ્થિતિએ 5,40,303 બાળકો કુપોષિત હોવાનું સામે આવ્યું છે. વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળમાં વિગતો બહાર આવી છે. કુપોષિત બાળકોની સંખ્યા ઘટી હોવાનો સરકારનો દાવો છે. વર્ષ 2023માં રાજ્યમાં 6,41,444 કુપોષિત બાળકો હતા. કુપોષણ દૂર કરવા સરકારે લીધેલા પગલાંની માહિતી અપાઇ છે.













