દેશનું ભવિષ્ય બાળપણથી તંદુરસ્ત અને સ્માર્ટ બને તે માટે રાજ્ય સરકાર દ્વારા આંગણવાડીઓ ઉપર ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. વર્ષોથી ખાલી હોય તેવી જગ્યાએ સરકાર દ્વારા આંગણવાડી મંજુર કરવામાં આવી છે. ત્યારે આંગણવાડી કેન્દ્રો પાસે મકાન ન હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.
આંગણવાડી કેન્દ્રો પાસે પોતાના મકાન ના હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. નર્મદા જિલ્લામાં 354 આંગણવાડી કેન્દ્રો પાસે પોતાનું મકાન નથી તો છોટા ઉદેપુર જિલ્લાના 379 આંગણવાડી કેન્દ્રો પાસે પોતાના મકાન નથી. ભાડાના અથવા દાતાઓના મકાનમાં આંગણવાડી કેન્દ્રો ચાલતા હોવાનો સરકારનો જવાબ છે. નર્મદા જિલ્લામાં 197 કેન્દ્રો બાંધકામ હેઠળ, 137 કેન્દ્રોના ટેન્ડર પ્રક્રિયા ચાલુ, 99 કેન્દ્રોને વહીવટી મંજૂરી અપાઈ જ્યારે 10 કેન્દ્રો માટે જગ્યા ઉપલબ્ધ નથી. છોટા ઉદેપુર જિલ્લા 100 કેન્દ્રો બાંધકામ હેઠળ, 98 કેન્દ્રોની ટેન્ડર પ્રક્રિયા શરૂ, 379 મકાન પ્રગતિમાં હોવાનો સરકારે જવાબ આપ્યો છે.













