ગુજરાતમાં હાલ વરસાદે વિરામ લીધો છે પરંતુ ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા ડેમમાં નીરની આવક યથાવત છે.સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો છે.છેલ્લા 24 કલાકમાં ડેમની જળસપાટીમાં 27 સેમીનો વધારો થયો છે.ઉપરવાસમાંથી 4.09 લાખ ક્યુસેક પાણીની આવક યથાવત છે.નર્મદા નદીમાં 3.17 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.


જાણો કયા ગામોને કરાયા એલર્ટ

નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થતા નીચાણ વાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.હાલ નર્મદા ડેમની જળ સપાટી 135.94 મીટરે પહોંચી છે.નર્મદા ડેમના 15 દરવાજા 2.50 મીટર ખોલાયા છે.બીજી તરફ વડોદરા, ભરૂચ, નર્મદાના 42 ગામોને એલર્ટ કરાયા છે.કરજણ ડેમના પણ બે દરવાજા ખોલી નદીમાં પાણી છોડવાની યથાવત રાખવામાં આવ્યું છે. ડેમના ઉપરવાસમાં આવેલાં દેડિયાપાડા અને સાગબારા તાલુકામાં સતત વરસી રહેલા વરસાદના પગલે જળાશયમાં 6 હજાર કયુસેક પાણીની આવક થઇ રહી છે.

શેત્રુંજી ડેમ 34 ફૂટે ઓવરફ્લો થાય છે

પાલીતાણા તાલુકાના નાની રાજસ્થળી, લાપાળીયા, લાખાવડ, માયધાર અને મેઢા ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. તળાજા તાલુકાના તળાજા, ભેંગાળી, પિંગળી, દાત્રડ, ટીમાણા, રોયલ, સેવાળીયા, રોયલ, માખણીયા, ગોરખી, લીલીવાવ, તરસરા અને સરતાનપર ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. શેત્રુંજી ડેમ 34 ફૂટે ઓવરફ્લો થાય છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ વરસ્યો

15 સપ્ટેમ્બરથી ચોમાસું ધીરે ધીરે વિદાય લે તેવી સંભાવના છે જેમાં ચોમાસાની વિદાયની 15 સપ્ટેમ્બર સામાન્ય તારીખ છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ ધાનેરામાં 3.22 ઈંચ નોંધાયો છે. રાજ્યના 15 તાલુકામાં 1 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે અન્ય 80 તાલુકામાં સામાન્યથી 1 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર,સાબરકાંઠા, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ થઇ શકે છે.

 

  • Follow us on: