ડાયમંડ સીટી સુરત શહેરમાં રત્નકલાકારોની કફોડી બનેલી આર્થિક સ્થિતિ વચ્ચે સરકારમાં રજુઆતો કરવા છતા કોઇ નિવેડો નહીં આવતા ડાયમંડ વર્કર યુનિયન દ્વારા સામુહિક હડતાળ પર ઉતર્યા છે. તો બીજી તરફ સુરત બાદ નવસારીના રત્નકલાકારો મેદાનમાં ઉતર્યા છે.


વૈશ્વિક મંદીને હીરા ઉદ્યોગ પર માઠી અસર

સુરતમાં છેલ્લા ઘણા સમયથી હીરામાં ચાલી રહેલી મંદી વૈશ્વિક મંદીને હીરા ઉદ્યોગ પર માઠી અસર થઈ છે, જેમાં ગુજરાતમાં હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓએ હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી વૈશ્વિક મંદીના કારણે હીરાના કારખાનાઓ બંધ કરી દેતા લાખો રત્નકલાકારો રોજગારી વિહોણા બન્યા છે, અનેક રત્નકલાકારો આવી સ્થિતિમાં અન્ય જગ્યાએ કામે લાગી ગયા છે, તો સેંકડો એવા યુવાનો છે, કે જેમણે હીરા સિવાય અત્યાર સુધી કાઈ કામ ન કર્યું હોય એવા રત્નકલાકારો રોજગારી મેળવવા ફાંફા મારી રહ્યા છે, આવા રત્નકલાકારોના પરિવાર પણ મોંઘવારીના સમયમાં ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે, લાખોની સંખ્યામાં રત્નકલાકારો હીરા ઘસવાનું કામ કરી રહ્યા છે, પરંતુ કારખાનાઓ બંધ થતાં રત્નકલાકારોની સ્થિતિ કફોડી બની ગઈ છે.

સુરત બાદ નવસારીના રત્નકલાકારો હડતાળ પર

સુરત બાદ નવસારીના રત્નકલાકારો હવે લડી લેવાના મૂડમાં છે. સુરત બાદ હવે નવસારીના રત્નકલાકારો હડતાળ પર ઉતર્યા છે. હીરાની મજૂરીમાં ભાવ વધારવાને બદલે ઘટાડી દેવતા રત્નકલાકારો હવે વિફર્યા છે. ભાવ વધારાની માગ સાથે રત્નકલાકારો હડતાળ ઉપર ઉતર્યા છે. મંદીના માહોલ વચ્ચે સ્થિતિ કફોડી બનતા રત્નકલાકારોની હડતાળ હવે યથાવત રહેશે.

સુરતમાં રત્નકલાકારોની વ્હારે ટેક્સટાઈલ માર્કેટ

હીરા ઉદ્યોગમાં છેલ્લા બે વર્ષથી ભારે મંદી ચાલી રહી છે. યોગ્ય કામ અને પગાર ન મળતા રત્નકલાકારોને ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે.તો રત્નકલાકારોએ આર્થિક ભીંસથી કંટાળી આપઘાત કર્યાના બનાવો પણ સામે આવ્યા છે. ત્યારે રાત્નકલાકારો અને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા સરકાર પાસે રાહતની માંગ સાથે પોતાની વિવિધ માંગણીઓને લઈને અનેક રજૂઆતો કરી હતી. તેમ છતાં તેઓની માંગ સ્વીકારવામાં ન આવતા આજે સુરતમાં રત્નકલાકારો હડતાલ પર ઉતર્યા છે. ત્યારે સુરતમાં રત્નકલાકારોની વ્હારે ટેક્સટાઈલ માર્કેટ આવ્યું છે. હીરા ઉદ્યોગમાં મંદીથી લાખો રત્નકલાકારોની રોજગારી છીનવાઇ ગઇ છે તેવામાં ટેક્સટાઈલમાં 1 લાખથી વધુ કારીગરની જરૂર છે જેને લઇ રત્નકલાકારોને ટેક્સટાઈલ માર્કેટમાં 25થી 45 હજારના પગારમાં રત્નકલાકારને રાખશે.



  • Follow us on: