ભાજપે આજે રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીનું શિડ્યુલ જાહેર કરાયું છે. આ પદની ચૂંટણી માટે 19 જાન્યુઆરીએ ઉમેદવારી નોંધાવાશે.ઉમેદાવારી ફોર્મની ચકાસણી પણ 19 જાન્યુઆરીએ જ કરવામાં આવશે.જ્યારે નવા અધ્યક્ષની નામની જાહેરાત 20 જાન્યુઆરીએ કરવામાં આવશે. હાલમાં ભાજપના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે બિહારના નીતિન નબીન પદભાર સંભાળી રહ્યાં છે. તેઓ ફરી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બને તેવી સંભાવનાઓ છે.


ગુજરાતમાંથી 30 જેટલા ભાજપના નેતાઓ દિલ્હી જશે

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીમાં ગુજરાતમાંથી 30 જેટલા ભાજપના નેતાઓ દિલ્હી જશે. જેમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ, નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને દિલીપ સાંઘાણી સહિતના નેતાઓ રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણીમાં ભાગ લેશે. રાજ્યમાંથી ભાજપની રાષ્ટ્રીય કાર્યકારીણીમાં રહેલા નેતાઓ દિલ્હી જઈને નવા પ્રમુખની ચૂંટણીમાં ભાગ લેશે.

નિતિન નબીનની ભાજપ અધ્યક્ષ બનવાની સંભાવના

ભાજપના સુત્રો પ્રમાણે પક્ષના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ નીતિન નબીન નિર્વિરોધ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાય તેવી સંભાવના છે. કારણ કે કોઇ અન્ય નેતાએ ચૂંટણી લડવાની સંભાવના ઘણી જ ઓછી છે.ભાજપના રાષ્ટ્રીય રિટર્નિંગ ઓફિસર કે લક્ષ્મણ દ્વારા જાહેર કરાયેલ સંગઠનાત્મક ચૂંટણી સમયપત્રક અનુસાર પક્ષના પ્રમુખની ચૂંટણી માટે નામાંકન 19 જાન્યુઆરીના રોજ બપોરે 2 થી 4 વાગ્યા સુધી દાખલ કરી શકાય છે. તે જ દિવસે સાંજે 5 થી 6 વાગ્યા સુધી નામાંકન પણ પાછું ખેંચી શકાય છે.


આ પણ વાંચોઃ BJP President Election: બીજેપીને 20 જાન્યુઆરીએ મળશે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ, પાર્ટીએ નોટિફિકેશન કર્યુ જાહેર


  • Follow us on: