દેશમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી સહિત પેટા ચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાતમાં ઉમરેઠ બેઠક પર ધારાસભ્ય ગોવિંદ પરમારના નિધન બાદ પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે. હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. પાલિકા અને પંચાયત સહિત મહાનગર પાલિકાની ચૂંટણીઓની જાહેરાતને લઈને મોટી જાણકારી સામે આવી છે.


માર્ચના અંતમાં સંભવિત ચૂંટણીની જાહેરાત

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. મે મહિનાના પ્રથમ સપ્તાહમાં સંભવિત મતદાન થઈ શકે છે. જ્યારે મહિનાના મધ્યકાળ સુધીમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે. મહાનગર પાલિકા અને નગર પાલિકાનું પ્રથમ મતદાન થશે. બીજા તબક્કામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતનું મતદાન થશે. માર્ચ મહિનાના અંત સુધીમાં સંભવિત ચૂંટણીની જાહેરાત કરાશે તેવી વિગતો સામે આવી છે.


આ પણ વાંચોઃ Sabarkantha News : હિંમતનગરના કઠવાડિયા ગામમાં ખેતરના રસ્તાને લઇ કૌટુંબિક ઝઘડો લોહિયાળ બન્યો, એક વ્યક્તિનું મોત


  • Follow us on: