ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપ દ્વારા સંગઠનની પ્રકિયા હાથ ધરવામાં આવી છે. જેમાં વડોદરાના ડેસરમાં અસંતોષ સામે આવ્યો છે. ડેસર ભાજપના પૂર્વ તાલુકા પ્રમુખે સોશિયલ મીડિયામાં પોસ્ટ લખીને બળાપો ઠાલવ્યો હતો. તેમણે પોસ્ટ લખીને વિરોધ નોંધાવતા જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. નરેન્દ્રસિંહ રાઉલને જવાબદારી નહીં મળતા તેઓ નારાજ થયાં છે. તેમણે પોસ્ટમાં લખ્યું હતું કે, ડેસર તાલુકાને સંગઠનમાં અન્યાય થયો છે.
ભાજપના પૂર્વ તાલુકા પ્રમુખે બળાપો કાઢ્યો
વડોદરા જિલ્લા ભાજપનું સંગઠન જાહેર થતાં જ અસંતોષ બહાર આવ્યો છે. જિલ્લાના ડેસર તાલુકાના પૂર્વ ભાજપ પ્રમુખ નરેન્દ્રસિંહ રાઉલે સોશિયલ મીડિયામાં પોસ્ટ લખીને વિરોધ નોંધાવ્યો છે. જિલ્લા સંગઠનમાં ડેસર તાલુકાના કોઈ પણ કાર્યકરને જવાબદારી સોંપવામાં નહીં આવતા નારાજગી બહાર આવી છે. ઈલાબહેનને જવાબદારી મળી છે પણ તેઓ ડેસરના નહીં વડોદરાના હોવાનો ઉલ્લેખ કરાયો છે.













