વડોદરામાં મહિલા દિવસ નિમિતે મહિલાઓએ સાડી પહેરીને કર્યા ઝુમ્બા ડાન્સ અને દોડના માધ્યમથી નારી શક્તિની એકતાનો સંદેશ આપ્યો છે. વડોદરામાં અનોખી રીતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની કરાઈ ઉજવણી અને શહેરમાં સાડી રન 7.0નું આયોજન કરવામાં આવ્યું છે, Moms of vadodara દ્વારા આયોજિત કરવામાં આવી હતી સાડી રન.


આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર આયોજિત થઈ સાડી રન

વડોદરામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે સ્પેશિયલ સાડી રનનું આયોજન કરવામાં આવ્યું છે, 250થી વધુ મહિલાઓએ સાડી પહેરી ફિટનેસના સંદેશ સાથે દોડમાં લીધો ભાગ અને મોટી સંખ્યામાં મહિલાઓ સાડી પહેરીને કર્યા ઝુમ્બા ડાન્સ અને નારી શક્તિની એકતાનો સંદેશ આપ્યો દોડના માધ્યમથી. મહિલાઓ વહેલી સવારથી દોડમાં જોડાઈ હતી અને સમાજને નારી શકિતનો સંદેશો આપ્યો હતો.

વડોદરામાં આજે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાં યોજાશે નિઃશુલ્ક મ્યુઝિકલ કોન્સર્ટ

વડોદરામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની અનોખી ઉજવણી થવા જઈ રહી છે. આગામી 8 માર્ચના રોજ શહેરમાં પ્રથમવાર વ્યાવસાયિક તમામ મહિલા સંગીતકારોના સમૂહની શરૂઆત સાથે “સ્વર શક્તિ” કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે યોજાનારો આ કાર્યક્રમ સંગીત પ્રેમી જનતા માટે તદ્દન નિઃશુલ્ક રહેશે.


આ પણ વાંચો : Ahmedabad News : AMCની ફરિયાદ નિવારણ પ્રણાલી AIથી સજ્જ બનશે, ફરિયાદોનો નિકાલ કર્યા વિના તેને ક્લોઝ નહીં કરી શકાય


  • Follow us on: